
શરીરના કોષોને અમર બનાવી શકાય તેવા કુદરતી તત્ત્વોના પુરાવા શોધી કઢાયા
જીવનનું અમૃત શોધી કાઢવાની નજીક વૈજ્ઞાનિકો કદમ માંડી રહ્યા હોવાનું જણાય છે. કેમ કે મેડ્રિડના સ્પેનિશ નેશનલ કેન્સર સેન્ટર ખાતેની વૈજ્ઞાનિકોની ટીમે પુરાવા શોધી કાઢયા છે કે, ચિરંજીવી સેલ પેદા કરી શકે છે તેવા કુદરતી રીતે રચાતાં દ્રવ્યો કે તત્ત્વો યુવાનીને અનંતકાળ સુધી ટકાવી રાખવામાં મુખ્ય ઘટક બની શકે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર શરીરમાં ‘ટેલોમેરેસ’ નામે ઓળખાતા કુદરતી રીતે રચાતા એનજાઇમ(પાચક રસ)નું પ્રમાણ વધારવાથી તે શરીરના કોષોને નાશ થતાં અટકાવે છે અને આથી વધતી ઉમરની પ્રક્રિયા ધીમી બને છે.
પ્રોટીન ટેલોમેરેસ, રંગસૂત્રોના અંત સામે રક્ષણાત્મક ઢાલને જાળવી રાખવામાં મદદ કરે છે. તે નાડીઓના અંત અને તેને જુદા પાડતાં અટકાવવા જેવાં કામો કરે છે. ઉલ્લેખનીય છે કે માનવીની વય વધે તેમ તેના શરીરના કોષો વિભાજિત થાય છે. જો ટેલોમેરેસ રૂપી રક્ષણાત્મક ઢાલ ન હોય તો આખરે કોષોનો નાશ થાય છે.
વૈજ્ઞાનિકોએ આ તારણ પર આવવા માટે લેબોરેટરીમાં ઉદરો પર પ્રયોગ કર્યા હતા. તેઓએ શોધી કાઢયું હતું કે સામાન્ય સ્તર કરતાં દસ ગણા વધુ ટેલોમેરેસ(એનઝાઇમ)ને પેદા કરી શકનારા ઉદરો રાબેતા મુજબના સામાન્ય કરતાં ૫૦ ટકા વધુ જીવે છે. ઉપરાંત આ ઉદરો ઓછા જાડા હોય છે, સારું સંકલન ધરાવતા હોય છે.
અગ્રણી સંશોધનકર્તા મારિયા બ્લાસ્કોએ જણાવ્યું હતું કે એનઝાઇમ(પાચક રસ) સામાન્ય મરણાધીન કોષોને ચિરંજીવી કોષોમાં રૂપાંતરિત કરવા માટે સક્ષમ હોય છે. ઉદર પર કરાયેલા આ પ્રયોગને મનુષ્યનું આયુષ્ય લંબાવવા માટે અજમાવી શકાય છે. અલબત્ત આ પ્રયોગમાં સાવચેતી રાખવા તેમણે અરજ કરી હતી.
No comments:
Post a Comment