નટુ (પોતાની પ્રેમિકાને) : તું શરાબ પીએ છે ત્યારે ખૂબ જ સુંદર લાગે છે.
પ્રેમિકા : પરંતુ હું શરાબ પીતી જ નથી.
નટુ : પરંતુ હું પીઉં છું ને!
………
ઘરમાં નટુ તોફાન કરતો હતો, એટલે તેની મમ્મી તેનો હાથ પકડીને તેના પપ્પા ગટુ પાસે લઈ ગઈ અને ગટુને કહ્યું, ‘તમારા લાડલાને કંઇક કહો, તે મારું કહ્યું માનતો નથી.’
આથી ગટુએ ગુસ્સે થઈને પોતાના પુત્ર નટુને સમજાવ્યો, ‘બેટા, તું તારી મમ્મીનું કહ્યું ન માનવાની હિંમત કેવી રીતે કરી શકે છે. તને એમ લાગે છે કે તું મારા કરતા હોશિયાર છે.’
………
નટુ પોતાના મિત્ર ગટુનાં લગ્ન પોતાની એક પરિચિત યુવતી લીલા સાથે કરાવવા માગતો હતો. આ બંને એકબીજાને ઓળખે એ માટે નટુએ તેઓને હોટલમાં ડિનર લેવાનું સૂચન કર્યું. લીલાને ઇમ્પ્રેસ કરવા ગટુ લીલાને અમદાવાદની એક ફાઇવસ્ટાર હોટલમાં લઈ ગયો. વેઇટરે તેઓના ટેબલ પાસે આવી ઓર્ડર લખાવવા જણાવ્યું.
લીલાએ મેનુ હાથમાં લીધું અને કિંમતની ચિંતા કર્યા વિના મેનુમાં લખેલી સલાડ, સૂપ, પાપડ, શાક, રોટી, પરાઠા જેવી લગભગ દરેક વસ્તુનો ઓર્ડર આપ્યો. ઓર્ડર સાંભળીને ગટુ અપસેટ થઈ ગયો, કારણ કે તેણે વિચાર્યું જ ન હતું કે લીલા આટલો મોટો ઓર્ડર આપશે.
ઓર્ડર આપ્યા પછી લીલા અટકી અને ગટુ સામે જોઈને પૂછયું, ‘આ બધું ખાધા પછી મારે શું પીવું જોઇએ?’
ગટુએ જવાબ આપ્યો, ‘મને લાગે છે કે સાબરમતી નદી ઠીક રહેશે.’
………
નટુને તેની પત્ની રુક્ષ્મણી ધમકાવતી હતી, ‘તમે તો મૂર્ખા છો. તમે હંમેશાં મૂર્ખા જ રહ્યા છો. અને મૂર્ખા જ રહેશો. જો મૂર્ખાની સ્પર્ધા થાય તો તમે એમાં બીજા નંબરે આવો.’
નટુએ પૂછયું, ‘હું બીજા નંબરે શા માટે આવું?’
રૂક્ષ્મણીએ જવાબ આપ્યો, ‘કારણ કે તમે મૂર્ખા છો!’
………
૧૫ વર્ષનો નટુ એક ગુનાનો સાક્ષી હતો. તેથી તેને કોર્ટમાં લાવવામાં આવ્યો. બચાવ પક્ષનો વકીલ ગટુ તેને પ્રશ્નો પૂછતો હતો, ‘તારે કોર્ટમાં શું કહેવાનું છે, તે વિશે કોઈએ તને કહ્યું છે.’
નટુ : હા સાહેબ કહ્યું છે.
ગટુ : તને કોણે કહ્યું હતું?
નટુ : મારા પિતાએ.
ગટુ : શું કહ્યું હતું?
નટુ : તેમણે કહ્યું હતું કે વકીલો તને ગોળ-ગોળ ફેરવી જૂઠાણું બોલાવશે, પણ તું સત્યને જ વળગી રહેજે, બધું બરાબર થઈ જશે.
No comments:
Post a Comment