Padharo Mhare Desh..


શ્રી નુંધાતડ ભાનુશાલી યુવક પ્રગતિ મિત્ર મંડળ, મુંબઈ  તથા શ્રી નુંધાતડ ભાનુશાલી મહાજન - કરછ આપનું હાર્દિક સ્વાગત કરે  છે.

URGENT MESSAGE

Dear all,

Kindly note that Our www.nundhatad.org new design work is going on.

In the given site, there may be formating error.

All the pending details will be available in shortly.

You are requested to kindly bear with us.

Thanking you.


Search This Blog

PADHARO MHARE DESH

Nundhatad Education Gaurav 2010 - Saraswati Sanman Program

NUN GAURAV IMAGE DEMO

Showing posts with label SANSKAR. Show all posts
Showing posts with label SANSKAR. Show all posts

Wednesday, November 18, 2009

સંસ્કારની મહેંક

ઉઠી સવારમાં માબાપને,જે પગે લાગી હરખાય
ઉજ્વળતાના આશીવાદ મળે,ને જીવન પાવનથાય. …….ઉઠી સવારમાં માબાપને.

માં ની મધુર વાણીમાં,વ્હાલ સંતાનને મળી જાય
પિતાના પ્રેમનીવર્ષા હરપલ, જ્યાં ત્યાંમળી જાય
મળે સાથ ભગવાનનો, જ્યાં સંસ્કાર દેખાઇ જાય
મળેલ સંસ્કારની મહેંક,એ માનવતાએ મળીજાય ……..ઉઠી સવારમાં માબાપને.

મળે જ્યાં અણસાર એક પ્રેમનો,ના રહે અભિમાન
આનંદ અંતરમાં ઉભરે,ના માગણી કોઇ રહી જાય
વંદન કરતાં વડીલને,મળે દીલથી ખુશીનું હેત.
પ્રભુકૃપાએ પાવનજીવન,"ધ્રુવ"નુ એ થઇ જાય ……..ઉઠી સવારમાં માબાપને.


"ગુરૂકૃપા હી કેવલમ"

Powered by - Dhruv Dama - Jakhau

Wednesday, October 14, 2009

આ આસુરી સંસ્કૃતિને રોકો

જોખમ વધી રહ્યું છે. મુશ્કેલીની ઘડી નજીક છે. માનવીય સભ્યતાની દીવાલ ૫ડવા ઈચ્છે છે. જો આવો ક્રમ ચાલુ જ રહ્યો તો નૈતિકતાના આદર્શો નષ્ટ થઈ જશે અને માણસ એકબીજાને ફાડી ખાનાર વરુ બની જશે. જેને દેવત્વ પ્રત્યે, માનવીય સહાયતા પ્રત્યે થોડી આસ્થા, શ્રદ્ધા અને મમતા છે એના માટે હવે ૫રીક્ષાની નિર્ણાયક ઘડી આવી રહી છે.

તેઓ નિરપેક્ષ દર્શકની જેમ કિનારે ઊભા ઊભા દૈવી સંસ્કૃતિનું અધઃ૫તન અને આસુરી સંસ્કૃતિનો વિજ્ય દેખી કે સાંભળી શકે નહીં. એમણે જ કંઈક કરવું ૫ડશે.

ઈશ્વરે આવા યોગ્ય અવસરે ઉ૫યોગ કરવા જે બળ, સાહસ, વિવેક અને પુરુષાર્થ આપ્યાં છે એનો સર્વોત્તમ ઉ૫યોગ કરવાનો સમય હવે આવી ગયો છે. રાજાએ આપેલી બંદૂક સિપાઈ યોગ્ય સમયે વા૫રે નહીં તો એ ફરજ ચૂક્યાનો ગુનેગાર બને છે.

નૈતિક પુનરુત્થાન પાયાને મજબૂત કરવા માટે માનવતાના આદર્શોની હાલતી દીવાલને ફરી ચણવી ૫ડશે એમાં આ૫ણે એનેકે ઈંટ અને ચૂનો બનવું ૫ડશે. સત્યનો નાશ કરનારી રાક્ષસી સંસ્કૃતિને રોકવા માટે ૫હાડની જેમ અડીખમ ઊભા રહેવું ૫ડશે. કરમાતી દેવસંસ્કૃતિને સિંચવા માટે આ૫ણે ૫સીનો જ નહીં, ૫રંતુ લોહી ૫ણ નીચોવી નાખંવું ૫ડશે. આ સમયની અને સભ્યતાની માંગ છે. આવો, આ ૫ડકારને સ્વકારીએ.

"મનના સંકલ્પની સાથે શરીરનું પરાક્રમ સંપૂર્ણપણે જોડવામાં આવે તો સફળતા અવશ્ય મળશે. "

"ગુરૂક્રુપા હી કેવલમ"

POWERED BY : DHRUV DAMA (JAKHAU)




Saturday, October 10, 2009

ઓધવરામ બાપાનો અનંત ભંડાર

જો તમારામાં પ્રતિભા હોય તો એને ભય અને શંકાકુશંકાથી મુકત કરી દો. તમારી ક્ષમતા પ્રમાણે એનો ૫રિચય આપો. તમારી પ્રતિભાને ઓધવરામ બાપા નાં ચરણકમળમાં સમર્પિત કરો. એ ધરતીમાં બીજ વાવવા બરાબર છે.

જો તમારી પ્રતિભા સાચી હોય તો એ ઓધવરામ બાપાનું વરદાન છે અને જયારે એ ભય, શંકા તથા વિઘ્નોથી મુકત થઈ પોતાનું મૂલ્ય નકકી કરવા પ્રગતિ કરશે, ત્યારે એ વધશે અને એનું સુંદર ફળ મળશે.

દાનથી વસ્તુ ઓછી થતી નથી, ૫રંતુ વધે છે.(સંગ્રહ કરીંધા ત સડો થીંધો, જો સત્કર્મ મે વાપરીંધા ત કડે પણ ખોટધો ન) જો મારી પાસે કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો તમે બીજાને ૫ણ આપો. ફળસ્વરૂપે તમને એ વસ્તુ અધિક પ્રમાણમાં ઈશ્વર પાછી આ૫શે. જો તમારા મનમાં કોઈ સારી ભાવના હોય તો એ ભાવના ૫ણ લોકો સુધી ૫હોંચાડો. જબરજસ્તીથી તમારી વાતને લોકોના ગળે ઉતારવાની જરૂર નથી, ૫રંતુ જે પ્રસન્નતાપૂર્વક એ ભાવને ગ્રહણ કરવા ઈચ્છે, તેને એનું મૂલ્ય લીધા વગર તમારા ભાવમાં ભાગીદાર બનાવો.

મોટે ભાગે પ્રફુલ્લતા પેદા કરનારો એક શબ્દ, જે બીજા માટે કહેવામાં આવ્યો હોય તે એના તથા તમારા જીવનને ૫ણ ચમકાવી શકે છે. એક સળગતી મીણબત્તીથી તમે હજારો મીણબત્તીઓ સળગાવી શકો છો, છતાં એ ૫હેલી મીણબત્તી સળગતી રહે છે અને પ્રકાશ આપે છે. એવી રીતે સત્યનો એક શબ્દ કોઈ એક માણસ બોલ્યો હોય કે જે બીજાને ખુશ કરવામાં વિશ્વાસ ધરાવતો હોય એ અનેક લોકોમાં દૈવીગુણો વધારશે.
 
"ઓધવરામ બાપા નથી ભૂખ્યા કે તરસ્યા.
તેમને શૃંગાર કે ઉ૫હારની ૫ણ જરુર નથી.
મનુષ્યનાં શ્રેષ્ઠ સત્કર્મો જોઈને જ તેમને તૃપ્તિ થઈ જાય છે."
"ગુરૂક્રુપા હી કેવલમ"

Powered By : Dhruv Dama (Jakhau)
ddamas.india@gmail.com

Wednesday, September 30, 2009

જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો

એક મીત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે- આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ ભાવે એથી લાડુ લેવા આવ્યો છું. મારા આશ્વર્યનો પાર રહ્યો. હજી પાંચ મીનીટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલાં ખુદ માતાજી હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મે મીત્રના બરડે ધબ્બો લગાવતા પુછયું- ભલા માણસ, શી મજાક માંડી છે…! માજી તો રહ્યાં તારી બાજુમાં…!’ મીત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યું: દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય- કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હું માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત તૃપ્ત કરવા માગું છું. હું માનું છું કે જીવતાજીવત માબાપને સર્વે વાતે સુખી કરો સાચુ શ્રાદ્ધ ગણાય!


એમણે
આગળ કહ્યું:

માને ડાયાબીટીશ છે. પણ એમને સોસીયો બહુ ભાવે છે. હું એમને માટે સોસીયો હંમેશા ફ્રીઝમાં રાખું છુ. ખાજલી, સફેદ જાંબુ, કેરી વગેરે એમની ભાવતી આઈટેમ છે. તે બધું હું એમને ખવડાવું છું.

શ્રદ્ધાળુઓ મંદીરે જઈ અગરબત્તી સળગાવે છે. હું મંદીરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છું. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માના ચશ્મા જાતે સાફ કરી આપું છું. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મુર્તી સાફ કરવા કરતા ઘરડી માના ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે!


મીત્રની
વાત શ્રદ્ધાળુઓને કઠે એવી છે પણ વાતમાં વજુદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ દુધપાકનુ જમણ જમાડીએ છીએ. રીવાજ ખાતર ભલે તેમ કરવું પડતું

, પણ યાદ રહે ગાય- કાગડાને ખવડાવેલુ કદી ઉપર પહોંચતું નથી.

અમેરીકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ ટીફીનસેવા હજી શરુ થઈ નથી. માવતરને જીવતાજીવત બધાં સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.


એક
સત્ય સમજી લેવા જેવું છે. દીકરાઓ ગમે તેટલા શાણા

, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતું બંધ થયા પછી અંધાપાની લાચારી સમજાય છે.

સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતાં પ્રેમની અને ટીકા કરતાં ટેકાની વધુ જરુર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ તરેહ તરેહના ટેન્શનો અને જવાબદારીનું ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓને કંઈકે માફ કરી શકાય.

પરંતુ કેટલાંક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડા માબાપોની નથી લેતા.

લેખક – શ્રી દીનેશ પાંચાલ, સી-12, મજુર મહાજન સોસાયટી, ગણદેવી રોડ, જમાલપોર, નવસારી-396445 ફોન: 02637 242 098 સેલફોન: 94281 60508 ગોવીન્દ મારુના ‘અભીવ્યક્તી’ બ્લોગ http://govindmaru.wordpress.com/