કોઈકે સાચું જ કહ્યું છે કે આપણી પાસે જ્ઞાન હોય તો તેને વહેંચવાનું શરૃ કરી દો, તેમ કરવાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થશે. આજે ઘણી જગ્યાએ માન- સન્માન મળે છે, પણ પૈસા નથી મળતા તો ઘણી જગ્યાએ આપણને પૈસા મળે છે પણ માન- સન્માન નથી મળતા. આ માત્ર એક એવો વ્યવસાય છે જ્યાં તમને માન- સન્માન, પૈસા, પ્રતિષ્ઠા બધું જ મળી શકે છે.
શિક્ષક, પ્રોફેસર, ફેકલ્ટી તરીકે તમે તમારી કારકિર્દી ઘડી શકો છો. બસ આમાં તમારે માત્ર થોડા સમયનું રોકાણ કરવાનું રહે છે. આજે શિક્ષકોની સાર્વત્રિક માંગ છે.
શિક્ષકો આવનારી પેઢીના પાયાના ચણતરનું કામ કરે છે. જેનાથી આવનારી પેઢી સ્વસ્થ, હોશિયાર એક આદર્શ પરિસ્થિતિ નિર્માણ કરી દેશને-રાષ્ટ્રને અને આખા સમાજને આગળ લઈ જાય. તેની સાથે સાથે તે પોતાનો પાયો પણ મજબૂત કરતો થાય છે. જેનાથી તે સ્વીકાર્ય બને છે તેની માંગ વધે છે.
વિદેશમાં કરિયર : જ્યારથી વિદેશી મહાવિદ્યાલયોમાં ભારતીય શિક્ષકોની માગ વધવા લાગી છે ત્યારથી ટીચિંગનું કરિયર આગળ વધવા લાગ્યું છે અને આ ક્ષેત્રમાં રોજગારીની નવી તક ઉપલબ્ધ થવા લાગી છે. યુવાનો આ ક્ષેત્રમાં આગળ આવવા લાગ્યા છે. મસ્કત, ગલ્ફ દેશોમાં આપણા શિક્ષકોની માંગ વધવા લાગી છે. અમેરિકા, યુરોપ તથા અન્ય દેશોમાં ભારતના શિક્ષકો અને પ્રોફેસરોની માંગમાં વધારો થતો જોવા મળ્યો છે ફેશન ડિઝાઈનિંગ, ઈજનેરી વિષયોની સાથે સાથે હિન્દી અને સંસ્કૃત જેવી ભારતીય ભાષાઓની વિદેશોમાં માંગ વધતા શિક્ષકો નોકરી માટે ત્યાં જવા લાગ્યા છે.
ભારતમાં : ભારતમાં સર્વ શિક્ષા અભિયાન, કન્યા કેળવણી, પોલીટેકનીક કોલેજ, આઈઆઈએમ, મેનેજમેન્ટનો વધતો ક્રેઝ વગેરેના કારણે શાળા, કોલેજ, મેનેજમેન્ટ સ્કૂલો, બિઝનેસ સ્કૂલ્સ વગેરેમાં શિક્ષકોની ભારે માંગ વધી રહી છે. શિક્ષકોમાં પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, લેકચરર, રીડર, વગેરેની માંગ વધી છે. હવે ખાનગી કંપનીઓ અને સંસ્થાઓએ ભારતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની શાળા/ કોલેજ
બનાવવાની શરૃઆત કરી છે. ત્યારથી શિક્ષકોની માંગમાં ભારે વધારો થઈ રહ્યો છે.
કામનું સ્વરૃપ : દરેક શિક્ષકનું પોતાનું અલગ વર્ક પ્રોફાઈલ જોવા મળે છે. નર્સરી કે કેજીના
શિક્ષકને તો પાયાનું કામ કરવાનું રહે છે. દરેકને એક ચોક્કસ પ્રકારની ભૂમિકા પર કામ કરીને બાળકો/ વિદ્યાર્થીઓમાં સુષુપ્ત રહેલી શક્તિઓને બહાર લાવવાનું ભગીરથ કામ કરવાનું રહે છે. શિક્ષણની સાથે ઈત્તર પ્રવૃત્તિઓ જેવી કે તેમનામાં સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, સાંપ્રત ઘટનાઓ, રમતગમત, નાટક, સંગીત જેવા ક્ષેત્રોમાં તેમની શક્તિઓનો વિકાસ કરી તૈયાર કરવાના હોય છે. તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે, સંશોધન કાર્યમાં મદદ કરે છે.
નર્સરી ટીચર : નાના નાના બાળકોને ભણાવવાનું, જ્ઞાન સાથે ગમ્મત આપવાનું,
વગેરે કામ હોય છે. આ માટે ઉમેદવાર પાસે નર્સરી ટીચરની ટ્રેનિંગ હોવી જરૃરી છે. તે માટે બે વર્ષ, એક વર્ષ, છ માસના ટ્રેનિંગ કાર્યક્રમમાં જોડાઈ ડિપ્લોમાં કરી શકો છો.
પ્રાથમિક શિક્ષક : ધોરણ એકથી ધોરણ ચાર સુધીના બાળકોને ભણાવવાના હોય છે. તે માટે પી.ટી.સી. નો અભ્યાસક્રમ કરવો પડે છે. ખાનગી ક્ષેત્ર અને સરકાર મારફતે આવા અભ્યાસક્રમો ચાલતા હોય છે. અહીંયા મેરિટના ધોરણે ધોરણ ૧ર પાસના ઉમેદવાર પ્રવેશ મેળવી શકે છે.
પીટીસી થયેલ ઉમેદવારને સરકારી શાળાઓમાં નોકરીની તક મળે છે. જ્યારે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ મારફતે ડિપ્લોમા થયેલ ઉમેદવારોને ખાનગી શાળાઓમાં નોકરી મળવાની તક મળે છે. આ ઉપરાંત સ્નાતક થયા પછી બી.એડ., સી.પી.એડ. વગેરે કરી માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક
શાળાઓમાં નોકરી મળી શકે છે. હવે ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી મારફતે વિવિધ વિષયો સાથે શિક્ષણ ક્ષેત્રમાં અનુસ્નાતક, પીએચડી, બીએડ, એમએડનો અભ્યાસક્રમ કરી શકાય છે.
લેકચરર : યુનિર્વિસટી ગ્રાન્ટ કમિશને ૧૯૯૧થી લેકચરરની નોકરી મેળવવા માટેની લઘુતમ શૈક્ષણિક લાયકાત નક્કી કરી છે. તેને નેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ ઉપરાંત એન્જિનિયરિંગ, મેડિકલ, મેનેજમેન્ટ, ફાર્મસી, સંસ્કૃત, સંગીત, ચિત્રકળા અને કોમર્શિયલ આર્ટ વગેરે વિષયોમાં ખાસ વિષયના અભ્યાસક્રમ સાથે ડિગ્રી, ડિપ્લોમાં, માસ્ટર ડિગ્રી મેળવી એકેડેમિક કરિયર બનાવી શકાય છે.
ટીચર ફોર સ્પેશિયલ ચાઈલ્ડ : વિકલાંગ, મંદબુદ્ધિ, અંધવિદ્યાર્થીઓના શિક્ષક બની એક સામાજિક સેવા કરી રોજગારી પ્રાપ્ત કરી શકો છો. આમાં શૈક્ષણિક લાયકાતની સાથે સાથે તેમનામાં ધૈર્ય, સહાનુભૂતિ, કરુણા, પ્રેમ વગેરે આવશ્યક ગુણો હોવા જરૃરી છે. આવા વિશેષ અભ્યાસક્રમમાં પ્રવેશ પરીક્ષા પાસ કરી પ્રવેશ મેળવવાનો હોય છે. આવી પરીક્ષા પાસ કર્યા પછી ટ્રેનર્સ, શિક્ષક તરીકે રોજગારી મળી શકે છે.
પગાર : શિક્ષકમાં લાયકાત, અનુભવ પ્રમાણે પગાર રૃ.રપ૦૦થી શરૃ કરી ૩પ૦૦, ૪પ૦૦, ૭પ૦૦ ફિકસ ધોરણે મળે છે. પાંચ વર્ષ માટે પછી સારો પગાર મળે છે. કેન્દ્ર સરકારે છઠ્ઠા વેતન આયોગમાં શિક્ષકોનો પગાર વધાર્યો છે. ખાનગી શાળાઓમાં તમારી, યોગ્યતા અને લાયકાત પ્રમાણે વધારે વેતન પણ મળી શકે છે.
No comments:
Post a Comment