અમીર હોય કે ગરીબ બંનેની સામે સમસ્યા એક જ છે. ગરીબની સમસ્યા છે, ભૂખ લાગે તો શું ખાવું? અમીરની સમસ્યા છે, શું ખાવાથી ભૂખ લાગે? યુવાનોની સમસ્યા છે, શું કરીએ, સમય જ નથી મળતો. ઘરડાની સમસ્યા છે, શું કરીએ, સમય જ નથી કપાતો. આમ આદમી હોય કે ખાસ આદમી, સમસ્યાઓ બંનેના જીવનમાં છે. આમ આદમીની સમસ્યા છે, આજે શું પહેરવું? ખાસ આદમીની સમસ્યા છે, આજ શું શું પહેરું? સંસારમાં કોઈ પણ સંતુષ્ટ નથી. ગરીબ અમીર બનવા માગે છે, અમીર સુંદર બનવા માગે છે. કુંવારા લગ્ન કરવા માગે છે અને પરણેલા મરવાનું ઇરછે છે.
સુખી જીવનનું રહસ્ય
પ્રશ્ન પૂછ્યો છે, સુખી જીવનનું રહસ્ય શું છે? સુખી જીવનનું રહસ્ય છે કે દરેક દિવસ એવી રીતે વિતાઓ કે રાત્રે આરામથી નીંદર આવી જાય, દરેક રાત એવી રીતે વિતાઓ કે સવારે તમે કોઈને મોં બતાવતા ન શરમાઓ. જવાનીને એવી રીતે જીઓ કે ઘડપણમાં પસ્તાવું ન પડે અને ઘડપણને એવી રીતે બનાવો કે કોઈની સામે હાથ ફેલાવવા ન પડે.
No comments:
Post a Comment