‘બાળકોને તો વળી શું તકલીફ હોય કે ડિપ્રેશન આવે?’
‘ડિપ્રેશન જેવું કાંઇ હોય જ નહીં, સ્ટ્રોન્ગ થવું જ પડે।’
‘એમાં સાઇકિયાટ્રિસ્ટને વળી શું બતાવવાનું? જાતે વાતો કરીને ઉકેલ શોધવાનો...’
આવા અને બીજા કેટલાય પ્રશ્નો લોકોના મનમાં હોય છે।
હકીકત એ છે કે ૧૦૦માંથી ૧૨-૧૫ લોકોને ડિપ્રેશન હોય છે, એમાં બાળકો પણ આવી ગયાં.
ડિપ્રેશન માટે કોઇ તકલીફ હોવી જરૂરી નથી.
૯૦ ટકા ડિપ્રેશન કોઇ કારણ વગર થતા હોય છે।
મગજમાં સીરોટોનીન નામના રસાયણની ખામીને કારણે ડિપ્રેશન થતું હોય છે।
બાળકોમાં ડિપ્રેશન વહેલામાં વહેલા તકે નિદાન કરી, સારવાર કરવી જોઇએ નહીં તો પરિસ્થિતિ બગડતી જાય છે।
આત્મહત્યા સુધી પણ વાત પહોંચી શકે છે.
કઇ રીતે જાણી શકાય કે બાળકને ડિપ્રેશન છે? નિદાન તો કવોલિફાઇડ ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ જ કરી શકે પણ વાલીઓની સરળતા માટે નીચેના ૧૦ પ્રશ્નોમાંથી જો ૩ કે ૪નો પણ જવાબ ‘હા’ હોય તો બાળકને ડિપ્રેશન હોઇ શકે છે અને યોગ્ય સારવાર કરાવવી જોઇએ।
૧। શું તમારું બાળક મોટાભાગના દિવસો, મોટાભાગનો સમય હતાશ, ઉદાસ રહે છે?
૨। શું તમારું બાળક મોટા ભાગના દિવસો, મોટા ભાગનો સમય થાકેલું રહે છે અને એકાગ્રતા ગુમાવે છે?
૩। શું તમારું બાળક મોટા ભાગના દિવસો, મોટા ભાગનો સમય ચીડિયું, ગુસ્સામાં રહે છે?
૪। શું તમારા બાળકને મોટા ભાગના દિવસો, મોટા ભાગનો સમય ખાવામાં તકલીફ થાય છે? (ખૂબ વધારે કે ખૂબ ઓછું ખાવું)
૫। શું તમારા બાળકની મોટા ભાગની પ્રવૃત્તિમાંથી રસ ઓછો થઇ ગયો છે કે રસ ઊડી ગયો છે?
૬। શું તમારા બાળકનું સામે બોલવાનું, ગેરશિસ્ત વધી ગઇ છે?
૭। શું તમારા બાળકનો ભણવામાં રસ જતો રહ્યો છે અને શાળાનું પરિણામ ખરાબ થઇ રહ્યું છે?
૮। શું તમારું બાળક શાંત, ચૂપ અને એકાંતપ્રિય થઇ ગયું છે?
૯। શું તમારું બાળક વારંવાર માથું, પેટ, શરીર વગેરે દુખાવાની ફરિયાદ કર્યા કરે છે?
૧૦। શું તમારું બાળક મૃત્યુ કે આત્મહત્યાના વિચારો કરે છે?
૧૧। ડિપ્રેશનની સંપૂર્ણ સારવાર બાળકોમાં થઇ શકે છે અને સંપૂર્ણ મટી શકે છે.
૧૨. એન્ટિ ડિપ્રેસન્ટ દવાઓ યોગ્ય માત્રામાં, યોગ્ય રીતે, યોગ્ય ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ દ્વારા અપાય તો લગભગ ૨૦-૩૯ દિવસમાં ખૂબ સારો રિસ્પોન્સ મળે છે.
૧૩। બાળકને સારું થાય એટલે ઘણાં માબાપ દવા અચાનક બંધ કરી દે છે।
૧૪। આ ભૂલ ના કરવી જોઇએ.
૧૫। ડિપ્રેશનની દવા યોગ્ય રીતે લેવાય તો આદત પડતી નથી અને ધીરે ધીરે બંધ કરી શકાય છે।
૧૬। મોટા ભાગના કેસમાં ૯-૧૮ મહિના વરચે દવા લીધા બાદ, ડોકટરની સલાહ અનુસાર ધીરે ધીરે બંધ કરી શકાય છે.
૧૭। ડિપ્રેશનનું નિદાન જેટલું જલદી થાય, જેટલી સારવાર જલદી શરૂ થાય તેટલી જલદી ફરક પડે છે।
૧૮।દવાની સાથે સાથે કાઉન્સેલિંગ પણ એટલું જ આવશ્યક છે.
૧૯। બાળકો સાથે પ્લે થેરપી, બિહેવ્યર થેરપી અને માબાપના કાઉન્સેલિંગથી ડિપ્રેશન સંપૂર્ણ મટી શકે છે
No comments:
Post a Comment