Padharo Mhare Desh..


શ્રી નુંધાતડ ભાનુશાલી યુવક પ્રગતિ મિત્ર મંડળ, મુંબઈ  તથા શ્રી નુંધાતડ ભાનુશાલી મહાજન - કરછ આપનું હાર્દિક સ્વાગત કરે  છે.

URGENT MESSAGE

Dear all,

Kindly note that Our www.nundhatad.org new design work is going on.

In the given site, there may be formating error.

All the pending details will be available in shortly.

You are requested to kindly bear with us.

Thanking you.


Search This Blog

PADHARO MHARE DESH

Nundhatad Education Gaurav 2010 - Saraswati Sanman Program

NUN GAURAV IMAGE DEMO

Sunday, November 30, 2008

ખડખડાટ

શિક્ષક : મેં ચોરી કરી એનો ભવિષ્યકાળ શું થાય?

મોન્ટુ : સાહેબ, તમે જેલમાં જશો. એ ભવિષ્યકાળ થાય.

•••

ચીંકી દોડતી આવીને મમ્મીને કહેવા લાગી, ‘મમ્મી, મમ્મી હું પણ કામ કરીશ.’

મમ્મી : બેટા, તું હજુ ચોથા ધોરણમાં છે. તું વળી શું કામ કરીશ?

ચીંકી : મમ્મી, હું ત્રીજા ધોરણના વિધાર્થીઓને ભણાવીશ.

•••

પીન્ટુ : પપ્પા, રાવણ કોણ હતો?

પપ્પા : અરે બુદ્ધુ, તને એટલી પણ નથી ખબર? જા, મહાભારતનો ગ્રંથ લઈ આવ. તને રાવણ વિશે કહું.

•••

ન્યાયાધીશ : તું હંમેશાં ડો. ભટ્ટના ધેરથી જ કેમ પકડાય છે?

ચોર : સાહેબ, હું એમનો ફેમિલી ચોર છું.

Powered by : Divya bhaskar


હસો અને હસાવો

લગ્ન કયા ગધેડા સાથે કરું ?

પહેલો ગધેડો (બીજા ગધેડાને)- દોસ્ત, હું જે ધોબીને ત્યાં કામ કરું છું તે મને ખૂબ મારે છે.

બીજો ગધેડો (પહેલાને)- તું ત્યાંથી ભાગી કેમ નથી જતો ?

પહેલો ગધેડો- શું કહું દોસ્ત, ધોબીની એક જ છોકરી છે, એ જયારે પણ તોફાન કરે છે ત્યારે ધોબી કહે છે કે, તારા લગ્ન કોઇ ગધેડા સાથે કરી દઇશ. બસ એ જ વિચારીને અટકી જાઉં છું.

૧૦૦ રૂપિયા ખોવાયા

પતિ : આજે મારા પેન્ટના ખિસ્સામાંથી ૧૦૦ રૂ. ગુમ થઇ ગયા છે.

પત્ની : તમને ૧૦૦ રૂપિયાની ચિંતા છે, મારી તો સોનાની વીંટી ખબર નહીં કયાં પડી ગઇ.

પતિ : ચિંતા ના કર, એ મને એ જ પેન્ટના ખિસ્સામાંથી મળી હતી. જેમાં ૧૦૦ રૂપિયા હતા.

કૂવો ઊંધો મૂકયો છે

ગટુ અને નટુ કુતુબમિનારને જોઇને અંદરોઅંદર વાતચીત કરી રહ્યા હતા.

ગટુ (નટુને): આટલી ઊચી મિનાર સૂવાડીને બનાવી હશે?

નટુ : ના, બેવકૂફ, આ તો કૂવો છે જે ઊંધો મૂકયો છે.

સેલ્સમેન બનાવી દઇશ

માલિક (કર્મચારીને) : તને ખબર છે, હું જૂઠું બોલનાર કર્મચારી સાથે કેવું વર્તન કરું છું? કર્મચારી : હા, ખબર છે, તમે એને સેલ્સમેન બનાવી દો છો.

પહેલવાન પણ હાથ મિલાવે

એક છોકરાએ પોતાના પિતાને એક લગ્ન સમારંભમાં પૂછ્યું, ‘પપ્પા લગ્નના મંડપમાં દુલ્હા-દુલ્હન એકબીજાના હાથ કેમ પકડે છે?

પિતા ઊડો શ્વાસ લઇને, ‘દીકરા, આ તો એક રિવાજ છે. કુસ્તી કરતાં પહેલાં પહેલવાન પણ અખાડામાં હાથ મિલાવે છે.’

કદાચ ફરી મળી જાય

સુમિત : લાગે છે આ પુસ્તક તમને ખૂબ ગમે છે. એટલે જ વારંવાર આ પુસ્તકને લાઇબ્રેરીમાંથી વાંચવા માટે લઇ જાઓ છો.

અમિત : ના દોસ્ત, જયારે તેને પહેલી વાર લઇને ગયો હતો, તો એમાં ૫૦૦ની નોટ મળી હતી, કદાચ ફરી મળી જાય.

Powered By : Divya Bhaskar

મનને સદ્વિચારોનો સાત્ત્વિક ખોરાક આપો


પરિવર્તન એ નિસર્ગનો ક્રમ છે, ઇશ નિર્મિત છે તેથી જ તો સૃષ્ટિમાં ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર અને વસંત એમ ઋતુચક્ર અવિરત ફર્યા કરે છે. તે જ રીતે માનવી દેહ જન્મે છે ત્યારથી જ ક્ષણે ક્ષણે બદલતો રહે છે. આપણને ખબર પણ નથી પડતી કે કયારે આપણે મોટા થયા. યુવાન થયા અને ઘરડા પણ થયા. ભગવાન શ્રીકષ્ણે આ જ વાતનો ઉલ્લેખ કરતાં કહ્યું છે, ‘દેહનોડસ્મિત્ યથા દેહે કૌમારં યૌવનં જરા’ કુમારાવાસ્થા, યૌવન અને ઘડપણ- શરીરની આ ત્રણ અવસ્થાઓ છે. પ્રત્યેક અવસ્થાની એક સુવાસ છે. એક આગવું સૌંદર્ય છે. તેમાંયે યૌવન એક એવી અવસ્થા છે કે ફરી ફરી માણવાનું મન થાય.

યૌવન એ તો જીવનની વસંત છે, ખીલે તો. યૌવન એ જીવનનું નત્ય છે, નત્ય કરતાં આવડે તો. યૌવન એ જીવનનું સંગીત છે, વગાડતાં આવડે તો. યૌવન એ શકિતનો સ્ત્રોત છે, મર્યાદામાં વહેતાં આવડે તો. નહીં તો યૌવન એ વાવાઝોડાની વિઘ્વંસ શકિત છે. વાવાઝોડું આવે, શમી જાય પણ જીવનને ઉઘ્વસ્ત કરી નાખે. ઘણા યુવાનો કહે પણ છે કે ‘યુવાનીના દિવસો પાછા આવવાના નથી તો માણી લઈએ. મોજમસ્તી, ખાવું-પીવું, હરવું-ફરવું, એ જ એમના જીવનના કેન્દ્રમાં હોય છે. આ યુવાનો જયારે યૌવનને માણવાની વાત કરે છે ત્યારે એક સહજ વિચાર આવે છે કે ખરેખર, તેમને યૌવન માણતાં આવડે છે કે? યૌવનનો રસાસ્વાદ લેતાં આવડે છે?

ઘરમાં રાજાપુરી કેરી લાવીએ ત્યારે દોઢ-બે વર્ષનું બાળક તે ચૂસવાની જીદ પકડી બેસે. તેની મા તેને સમજાવે કે આ કેરી ખૂબ મોટી છે તને ખાતાં નહીં ફાવે. હું રસ કાઢી તને ખવડાવું, પરંતુ જિદ્દી બાળક માને ખરું? અને એક કેરી લઈ તે ચૂસવા બેઠું. તેના ટચૂકડા બે હાથથી માંડ માંડ તેણે કેરી પકડી ચૂસવા મોઢામાં મૂકી, પરંતુ એટલી મોટી કેરી તેના નાના હોઠમાં પૂરી જાય તો તે વ્યવસ્થિત ચૂસી શકે ને? પરંતુ તેને તો ચૂસવાનો આનંદ માણવો હતો ને? રસનાં ચાર ટીપાં મોઢામાં જતાં હતાં ને ચૌદ ટીપાંના ગાલ ઉપર થઈને રેલા ઊતરતા હતા. મતલબ, રસનો બગાડ થતો હતો.

યુવાપેઢીનું કંઈક આવું જ થતું રહ્યું છે. તેમને પોતાની રીતે સ્વરછંદતાથી યૌવન માણવું છે, પરંતુ તેમની રીતે માણવામાં મોટા ભાગની તેમની શકિતનો હ્રાસ થાય છે, તે તેમના ઘ્યાનમાં આવતું નથી. તેમનું યૌવન વેડફાઈ જઈને વિકત બને છે.

વિકત યૌવન એ તો ભડભડ બળતા કાગળ જેવું છે. તેનો ભડકો હોય મોટો, પણ ન તો તેનામાં ઉષ્મા આપવાનું સામર્થ્ય છે, ન તો તેમાં પ્રકાશ આપવાની ક્ષમતા છે અને આ રીતે માણેલું યૌવન અકાળે ઘડપણમાં સરી જાય છે. તેની સભાનતા પણ માણસ ગુમાવી બેસે છે. ગીતામાં કહ્યા મુજબ યૌવન પછી ઘડપણ આવવાનું જ છે, પરંતુ મોટા ભાગના ઘરડા આ વિકત યૌવનના શિકાર થયા છે.

વડવાઓ કહેતા કે યૌવનમાં ખાશો તો ઘડપણમાં કામ આવશે. ખાસ કરી શિયાળામાં મેથીના લાડુ ખાવાનો આગ્રહ રાખતા કે જેથી કરીને ઘડપણમાં સંધિવા જેવાં દર્દોથી બચી શકાય. જેમ શરીરના સ્વાસ્થ્ય માટે આ વાત જરૂરી છે તેમ મનના સ્વાસ્થ્ય માટે પણ આ જ વાત લાગુ પડે છે. યુવાનીમાં મનની કેળવણી ઉપર ઘ્યાન રાખ્યું હશે, મનને સદ્વિચારોનો સાત્ત્વિક ખોરાક આપ્યો હશે તો ઘડપણમાં શારીરિક ક્ષમતા ઘટવા છતાં પણ મનની વૃત્તિ, જોમ અને જોશ ટકી રહેશે, પરંતુ તેવી કેળવણીના અભાવે, યૌવનમાં કેવળ ભોગાસકત બનેલું મન, ઘડપણમાં હીન, દીન અને લાચાર બને છે.

યૌવન જવાનું છે તે તો નિશ્ચિત જ છે। તો તેને સમજણપૂર્વક વિવેકથી વાપરીએ, તેને કેવળીએ તો ઉમર વધવાની સાથે માણસ વૃદ્ધ બનશે, ઘરડો નહીં। ઘરડો એટલે ઘસાઈ ગયેલો, વૃદ્ધ એટલે વધેલો-જ્ઞાનમાં, ભાવમાં, અનુભવમાં. માણસે નક્કી કરવાનું છે કે તેને ઘરડા બનવું છે કે વૃદ્ધ? વૃદ્ધને બધા આદર આપે અને ઘરડાની ઉપેક્ષા કરે. ખલીલ જિબ્રાને યૌવનને જીવનની પાંખ કહી છે અને અવસ્થા-વૃદ્ધાવસ્થાને આંખ કહી છે. યૌવન એ ઉલ્લાસ અને ઉત્સાહ આપે છે અને વૃદ્ધાવસ્થા વિવેક અને અનુભવ આપે છે, પરંતુ વિવેકહીન વાપરેલું યૌવન કદી વૃદ્ધાવસ્થા પામતું નથી. તે ઘરડું જ હોય છે તેથી તેની પાસે દૃષ્ટિ પણ નથી, અને વિવેક તથા પ્રેરક એવો અનુભવ પણ નથી. ત્યારે કાળનો તકાજો છે કે યૌવન અને વૃસ્થાવસ્થા-યુવાન અને વડીલ પેઢી એકબીજાની પૂરક બને અને શ્રીમદ્ ભાગવદ્ગીતામાં બંને પેઢી માટેનું માર્ગદર્શન છે.

Powered by : Divya Bhaskar



Wednesday, November 26, 2008

તમારું બાળક બરાબર જમે છે?


બાળક તો નિર્દોષ હોય છે. તમે જેવું કરો તેવું જ એ કરે. તમે સારું અને સ્વસ્થ ખાશો તો તમને તેમ કરતાં જોઇ તે પણ એવું જ ખાશે.
કુટુંબમાં બધાને માટે જે બન્યું હોય તે જ તેને ખાવાની ટેવ પાડો. લાડમાં તેને માટે જુદું બનાવીને ખવડાવવાનો આગ્રહ ના રાખો.
તે જયારે જમવા કે નાસ્તો કરવા બેસે ત્યારે ટીવી બંધ જ રાખવું હિતાવહ છે.
તેની સાથે ‘હેલ્ધી ફૂડ’ના લાભ વિશે ચર્ચા કરતાં રહો

Tuesday, November 25, 2008

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,

વાંસલડી ડૉટ કૉમ, મોરપિચ્છ ડૉટ કૉમ, ડૉટ કૉમ વૃંદાવન આખું,
કાનજીની વેબસાઈટ એટલી વિશાળ છે કે કયાં કયાં નામ એમાં રાખું ?

ધારો કે મીરાંબાઈ ડૉટ કૉમ રાખીએ તો રાધા રિસાય એનું શું ?
વિરહી ગોપીનું ગીત એન્ટર કરીએ ને ક્યાંક ફ્લૉપી ભીંજાય એનું શું ?
પ્રેમની આ ડિસ્કમાં તો એવી એવી વાનગી કે કોને છોડું ને કોને ચાખું ?
કાનજીની વેબસાઈટ...

ગીતાજી ડૉટ કૉમ એટલું ઉકેલવામાં ઊકલી ગઈ પંડિતની જાત.
જાત બળી જાય છતાં ખ્યાલ ના રહે ને એ જ માણે આ પૂનમની રાત.
તુલસી, કબીર, સુર, નરસૈંયો થઈએ તો ઊકલે છે કંઈક ઝાંખું ઝાંખું.
કાનજીની વેબસાઈટ...

એ જ ફક્ત્ પાસવર્ડ મોકલી શકે છે જેના સ્ક્રીન ઉપર નાચે છે શ્યામ.
એને શું વાઇરસ ભૂંસી શકવાના જેનાં ચીર પૂરી આપે ઘનશ્યામ ?
ઇન્ટરનેટ ઉપર એ થનગનતો આવે, હું કોઈ દિવસ વિન્ડો ના વાખું.
કાનજીની વેબસાઈટ...

આ મોબાઇલ મને નડે છે

આ મોબાઇલ મને નડે છે।

પતિની પાછળ આ મોબાઇલ પત્ની ની જેમ્ ફરે છે,
કંઇક ખોટુ બોલતા આમજ પકડાવી દે છે.
આ મોબાઇલ મને નડે છે.

હાલતા ચાલતા ગમે ત્યારે બોલી પડે છે,
અને ન ઉપાડો ત્યાં સુધી બોલ્યા કરે છે,
આ મોબાઇલ મને નડે છે.

રજા માં પણ બોસ ના ફોન આવ્યા કરે છે,
અને ન્ ઉપાડો તો બીજે દિવસે હાલત્ ખરાબ થાય છે.
આ મોબાઇલ મને નડે છે.

રાત્રે પણ સુવા ન દે,
અને એની રીંગટોન જાણે હ્દય માં શુળ ભોંકે છે.
આ મોબાઇલ મને નડે છે.

ફીલ્મ માં પણ્ વાગે ત્યારે બૂમાબૂમ થઈ જાય છે
અને એ બેટો બેઠો બેઠો હસે છે,
આ મોબાઇલ મને નડે છે.

છોકરી ને ફોન્ કરતા મને પકડાવી દે છે,
પોલીસ ન ડંડા પણ્ એના બાપ્ ની જેમ્ પુછે છે,
આ મોબાઇલ મને નડે છે.

વાપરતા તો આનંદ આનંદ થાય છે,
બીલ આવે ત્યારે ખીસ્સુ મારુ રડે છે,
આ મોબાઇલ મને નડે છે.

ભાવનાઓ નો થયો ભુક્કો ને હવે તો,
પત્રો ને બદલે મીસ્ કોલ્ અને મેસેજ જ થાય છે,
આ મોબાઇલ મને નડે છે.

ભગવાન ને ફરિયાદ કરવા ફોન કર્યો,
તો કહે છે,"તમે ડાયલ કરેલો નંબર હાલ માં વ્યસ્ત છે."
આ મોબાઇલ મને નડે છે.

શું તને પણ્ આ મોબાઇલ આમજ નડે છે

શું તમારું બાળક તણાવગ્રસ્ત છે?

હકીકત એ છે કે ૧૦૦માંથી ૧૨-૧૫ લોકોને ડિપ્રેશન હોય છે, એમાં બાળકો પણ આવી ગયાં

જયારે જયારે ડિપ્રેશનની વાત આવે ત્યારે અને એમાં પણ ખાસ કરીને બાળકોની ત્યારે સવાલોની ઝડી વરસે છે :-

‘બાળકોને તો વળી શું તકલીફ હોય કે ડિપ્રેશન આવે?’

‘ડિપ્રેશન જેવું કાંઇ હોય જ નહીં, સ્ટ્રોન્ગ થવું જ પડે।’

‘એમાં સાઇકિયાટ્રિસ્ટને વળી શું બતાવવાનું? જાતે વાતો કરીને ઉકેલ શોધવાનો...’


આવા અને બીજા કેટલાય પ્રશ્નો લોકોના મનમાં હોય છે।

હકીકત એ છે કે ૧૦૦માંથી ૧૨-૧૫ લોકોને ડિપ્રેશન હોય છે, એમાં બાળકો પણ આવી ગયાં.
ડિપ્રેશન માટે કોઇ તકલીફ હોવી જરૂરી નથી.

૯૦ ટકા ડિપ્રેશન કોઇ કારણ વગર થતા હોય છે।

મગજમાં સીરોટોનીન નામના રસાયણની ખામીને કારણે ડિપ્રેશન થતું હોય છે।

બાળકોમાં ડિપ્રેશન વહેલામાં વહેલા તકે નિદાન કરી, સારવાર કરવી જોઇએ નહીં તો પરિસ્થિતિ બગડતી જાય છે।

આત્મહત્યા સુધી પણ વાત પહોંચી શકે છે.

કઇ રીતે જાણી શકાય કે બાળકને ડિપ્રેશન છે? નિદાન તો કવોલિફાઇડ ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ જ કરી શકે પણ વાલીઓની સરળતા માટે નીચેના ૧૦ પ્રશ્નોમાંથી જો ૩ કે ૪નો પણ જવાબ ‘હા’ હોય તો બાળકને ડિપ્રેશન હોઇ શકે છે અને યોગ્ય સારવાર કરાવવી જોઇએ।

૧। શું તમારું બાળક મોટાભાગના દિવસો, મોટાભાગનો સમય હતાશ, ઉદાસ રહે છે?

૨। શું તમારું બાળક મોટા ભાગના દિવસો, મોટા ભાગનો સમય થાકેલું રહે છે અને એકાગ્રતા ગુમાવે છે?

૩। શું તમારું બાળક મોટા ભાગના દિવસો, મોટા ભાગનો સમય ચીડિયું, ગુસ્સામાં રહે છે?

૪। શું તમારા બાળકને મોટા ભાગના દિવસો, મોટા ભાગનો સમય ખાવામાં તકલીફ થાય છે? (ખૂબ વધારે કે ખૂબ ઓછું ખાવું)

૫। શું તમારા બાળકની મોટા ભાગની પ્રવૃત્તિમાંથી રસ ઓછો થઇ ગયો છે કે રસ ઊડી ગયો છે?

૬। શું તમારા બાળકનું સામે બોલવાનું, ગેરશિસ્ત વધી ગઇ છે?

૭। શું તમારા બાળકનો ભણવામાં રસ જતો રહ્યો છે અને શાળાનું પરિણામ ખરાબ થઇ રહ્યું છે?

૮। શું તમારું બાળક શાંત, ચૂપ અને એકાંતપ્રિય થઇ ગયું છે?

૯। શું તમારું બાળક વારંવાર માથું, પેટ, શરીર વગેરે દુખાવાની ફરિયાદ કર્યા કરે છે?

૧૦। શું તમારું બાળક મૃત્યુ કે આત્મહત્યાના વિચારો કરે છે?

૧૧। ડિપ્રેશનની સંપૂર્ણ સારવાર બાળકોમાં થઇ શકે છે અને સંપૂર્ણ મટી શકે છે.

૧૨. એન્ટિ ડિપ્રેસન્ટ દવાઓ યોગ્ય માત્રામાં, યોગ્ય રીતે, યોગ્ય ચાઇલ્ડ સાઇકિયાટ્રિસ્ટ દ્વારા અપાય તો લગભગ ૨૦-૩૯ દિવસમાં ખૂબ સારો રિસ્પોન્સ મળે છે.


૧૩। બાળકને સારું થાય એટલે ઘણાં માબાપ દવા અચાનક બંધ કરી દે છે।

૧૪। આ ભૂલ ના કરવી જોઇએ.

૧૫। ડિપ્રેશનની દવા યોગ્ય રીતે લેવાય તો આદત પડતી નથી અને ધીરે ધીરે બંધ કરી શકાય છે।

૧૬। મોટા ભાગના કેસમાં ૯-૧૮ મહિના વરચે દવા લીધા બાદ, ડોકટરની સલાહ અનુસાર ધીરે ધીરે બંધ કરી શકાય છે.

૧૭। ડિપ્રેશનનું નિદાન જેટલું જલદી થાય, જેટલી સારવાર જલદી શરૂ થાય તેટલી જલદી ફરક પડે છે।

૧૮।દવાની સાથે સાથે કાઉન્સેલિંગ પણ એટલું જ આવશ્યક છે.

૧૯। બાળકો સાથે પ્લે થેરપી, બિહેવ્યર થેરપી અને માબાપના કાઉન્સેલિંગથી ડિપ્રેશન સંપૂર્ણ મટી શકે છે

બાળહઠને ક્યારેય ના પોષો

Dr. Param Shukal


બાળકની કોઇ પણ માગ જીદના સ્વરૂપમાં કયારે પણ પૂરી ના કરવી

ઘણી જૂની કહેવત છે કે બાળહઠ, રાજહઠ અને સ્ત્રીહઠ આગળ કોઇનું ના ચાલે। રાજાઓ તો હવે છે નહીં, સ્ત્રીહઠ અંગે આપણે કાંઇ કહેવું નથી પણ ચર્ચા કરીશું આપણે બાળહઠની.

મોટાભાગનાં માબાપ કે બાળકો મારી પાસે આવે ત્યારે સૌ કોઇની સામાન્ય ફરિયાદ એ જ હોય છે કે ‘બહુ જિદ્દી છે।’ એમનું કાઉન્સેલિંગ કરતાં કહેવું પડે કે બધા જ બાળકો જિદ્દી હોય છે. જેમ જેમ બાળકમાં સમજશકિત આવે તેમ જીદ આવવી એ નોર્મલ વસ્તુ છે.

હા, એ જીદ હદથી વધી જાય અને રોજ-બ-રોજની જિંદગીમાં ખૂબ અવરોધ ઊભા કરે ત્યારે તેનો ઇલાજ કરવો જોઇએ. હું હંમેશાં કહેતો આવ્યો છું કે જીદની કોઇ દવા ના હોય. બાળક જીદ તો કરવાનાં જ છે, એ માબાપ ઉપર છે કે જીદ કઇ રીતે હેન્ડલ કરવી.

બાળકની કોઇ પણ માગ જીદના સ્વરૂપમાં કયારે પણ પૂરી ના કરવી।


બાળક જયારે જીદ પર ચઢે ત્યારે વાક્યુદ્ધમાં ના ઊતરતા ફકત એટલું જ કહેવું કે જયાં સુધી જીદ છોડી નોર્મલી વાતચીત નહીં કરે ત્યાં સુધી આગળ બોલવામાં નહીં આવે।

બાળક છતાં પણ ના સમજે અને ચીસો પાડવા માંડે, માથા પછાડે, જમીન પર આળોટવા માડે તો એ વખતે એનું માનવાને બદલે એને ઇગ્નોર કરી ત્યાંથી ચાલ્યા જવું।

બાળક રડે કે ઉપર પ્રમાણેનું ખરાબ વર્તન કરે ત્યારે ઘણી વાર માબાપ એના તાબે થઇ જતાં હોય છે કે ભઇ કહ્યું માની લો એટલે કકળાટ બંધ થાય પણ આ જ વસ્તુ બાળકને શીખવે છે કે મારે કાંઇ પણ જોઇતું હોય તો મારે કકળાટ કરવો કે માથા પછાડવા કે જમીન પર આળોટવું એટલે મારી માગ પૂરી થઇ જશે.

જયારે ઘરની એક વ્યકિત બાળકની જીદ ના સંતોષી એને સાચું શિક્ષણ ભવિષ્ય માટે આપતી હોય ત્યારે ઘરના કોઇ પણ વ્યકિતએ એનો વિરોધ ના કરતા બધાએ એક બની બાળકને શિસ્તમાં લાવવું જોઇએ।

કયારે પણ બાળકની સામે ઝઘડો કે ખરાબ શબ્દ ના બોલવા જોઇએ અને હાથ ના ઉપાડવો જોઇએ.
મોટા ભાગનાં બાળકોની જીદ પૂરી કરવાને બદલે જો તેમને દર વખતે પ્રેમથી સમજાવવામાં આવે અને વખતોવખત જીદ વગરની એમની યોગ્ય માગણી પૂરી કરવામાં આવે તો તે ઘરસંસાર શાંતિથી, કકળાટ વગર ચાલી શકે છે.

Sunday, November 23, 2008

खुदा की जरुरत

आंसू ना होते आँखों मैं, तो आँखे इतनी खुबसूरत ना होती,
दर्द ना होता इस दिल मैं, तो खुशियों की कीमत ना होती,
पुरी होती सब मुरादे, तो खुदा की जरुरत ना होती।

આપણે આપણા બાળકની નજરે


બાળકોને ઉછેરવા માટે અને સમજવા માટે ઘણાં પુસ્તકો લખાયાં છે. (કારણ કે પુસ્તક લખનાર પુખ્ત ઉંમરના જ હોય છે.) પણ મોટેરાંઓને સમજવા માટે કોઈ બાળક પુસ્તક લખે તે નવાઈ લાગે તેવું જેનિફર ઓસ્લી નામની અગિયાર વર્ષની છોકરીએ લખેલંુ એ હેન્ડી ગાઈડ ટુ અન્ડરસ્ટેન્ડ ગ્રોન અપ્સ’- વડીલો ને સમજવા માટેની માર્ગર્દિશકા- આવું જ એક પુસ્તક છે. પુસ્તક જૂનું છે પણ તેમાંના વિચારો, ડહાપણ , કટાક્ષ જરાય જૂનાં થયાં નથી. સમય સાથે કેટલાંક સંદર્ભો બદલાયા છે અને કેટલીક વિગતો જૂની બની ગઈ છે. અમેરિકા અને આપણા સમાજના ઢાંચામાં પણ ઘણો ફેર છે છતાં બાળક ગમે ત્યાં બાળક જ છે અને મોટેરાંઓ સાથેનો તેનો સંબંધ પણ લગભગ બધે સરખો જ રહ્યો છે તેમ લાગે છે. પુસ્તકમાં આપેલ કેેટલીક વાતો આજે પણ ચોટદાર લાગે તેવી છે. તેને થોડા ફેરફાર સાથે જોઈએ.

જેનિફર તેની શૈલીમાં બાળકોને લખે છેઃ

વહાલાં બાળકો,

તમે તમારાં વડીલોને અને મોટેરાંઓને બરાબર સમજી શકો અને તેમની સાથેનો તમારો સંબંધ યોગ્ય રીતે નિભાવી શકો એટલા માટે આ પુસ્તક મેં લખેલ છે.

આ દુનિયા મોટેરાંઓની છે અને આજે તે જેવી દેખાય છે તેવી તેમણે જ તેને બનાવી છે. જો તમારે તેમની દુનિયામાં જીવવું હોય તો તેમને સમજવાની જરૃર છે. અને જેમ જેમ તમે તેમને સમજતા જશો તેમ તમને લાગશે કે, દરેક પુખ્ત ઉંમરની વ્યક્તિ બીજી વ્યક્તિથી તદ્દન ભિન્ન હોય છે એટલું જ નહીં વધારે અક્કડ પણ હોય છે. તેઓ દરેક નવી વાત શીખવા માટે આતુર હોવાનો દેખાવ તો કરે છે પણ શીખતા ક્યારેય નથી. આપણામાં (બાળકોમાં) અને તેમનામાં આ તફાવત છે.

દરેક બાળક સૌથી પહેલાં પોતાનાં માતા-પિતાના સંપર્કમાં આવે છે અને તેમના વિશે જાણકારી મેળવે છે એટલે હું તમને મારાં માતાપિતા વિષે થોડી વાતો કરંુ.

કોઈ પણ માતા કે પિતા ક્યારે શું કરશે અને કઈ રીતે વર્તશે તે તેના બાળક માટે એક કોયડો હોય છે. બાળક જમવાના ટેબલ ઉપર બેસે એટલે જમવા માંડશે, પણ માતા કે પિતા માટે એવું કોઈ બંધન હોતું નથી. તેઓ પહેલાં કે પછી કે વચ્ચે, ગમે ત્યારે બીજા કામ માટે ઊભાં થઈ શકે છે. મારી મમ્મીનું પણ એવું જ છે, તે જ્યાં સુધી અમુક વાત બોલે નહીં કે અમુક રીતે વર્તે નહીં ત્યાં સુધી તે શું બોલશેે કે કરશે તે જાણી શકાતું નથી.

એના વિષે થોડું વધુ લખું. જો તેને અચાનક ઈચ્છા થઈ જાય તો મકાન સાફસૂફ કરવા માંડે અથવા તો ર્ફિનચર ફેરવી નાખે. તેને ઇચ્છા થાય તો સવારે, બપોરે, રાત્રે, ગમે ત્યારે કપડાં ધોવાનું મશીન ચાલુ કરી દે છે. આપણે તેમ કરી શકીએ નહીં. આપણા માટે નિયમો હોય છે. વડીલો માટે નિયમો હોતા નથી. મા જો થાકી જાય તો ગમે તેને ધમકાવી નાખે કે ગમે તે કામ કરવાની આજ્ઞા કરી નાખે, તે ન થાકે તેમાં જ આપણું, બાળકોનું હિત હોય છે.

છતાં, દરેક માતા થાકી જવા માટે તનતોડ પ્રયત્ન કરતી હોય છે. મારી બહેનપણીની બા પણ એમ જ કરતી હોય છે.

મારા પિતા મારી સાથે ખાસ રહેતા નથી. તેમની સાથે રહેવું મને ગમે છે, પણ મોટા ભાગે તેઓ બહાર જ હોય છે.

આપણાં બીજાં સગાંવહાલાં, કાકા, કાકી, ફોઈ, દાદા, દાદી, બધાં બહુ મઝાના હોય છે છતાં કેટલાકની સાથે વર્તવામાં આપણે બહુ સાવચેતી રાખવી પડે છે. ધારો કે, તમારા કાકાનો દીકરો તમારા કરતાં નાનો છે. તેને તમે હીંચકા ઉપર વધારે નહીં બેસવા દો તો તરત જ તે તમારી વિરુદ્ધ ફરિયાદ કરશે અને કાકી તમને નાના છોકરાને હેરાન કરવા બદલ ઠપકો આપશે, પણ ધારો કે તમારા બીજા કાકાનો દીકરો કે દીકરી તમારા કરતાં મોટાં હોય અને તમને સાઇકલ ઉપર ન બેસાડે તો કાકી તમને સાઇકલ પડી જવાની બીક બતાવીને ખોટી જિદ્દ નહીં કરવાની સલાહ આપશે . આવા સંજોગોમાં તમારે બહુ સાવચેતી રાખવી જોઈએ અને તમારા ઝઘડા મોટેરાંઓ પાસે લઈ જવાના બદલે અંદરો અંદર જ પતાવી લેવી જોઈએ. મોટેરાંઓ પાસેથી ક્યારેય નિષ્પક્ષ ન્યાયની આશા રાખશો નહીં. કહે છે કે એમની કોર્ટો પણ એવી જ હોય છે. જોકે હું એ બાબતમાં કશું જાણતી નથી.

દાદા-દાદીની વાત જુદી છે. એક રીતે તેઓ માતા-પિતા કરતાં વધારે જડ અને અક્કડ હોય છે. કાયમ તેઓ થાકેલાં જ હોય છે. અવાજ તો જરાય સહન કરી શકતાં નથી, પણ તેમની પાસે વાતોનો ખજાનો હોય છે અને તમારાં માતા- પિતા કરતાં સમય પણ ઘણો વધારે હોય છે. અને ખાસ તો, તમારાં માતા-પિતા જો તમારા ઉપર ગુસ્સે થાય તો તેઓ સદાય તમારો જ પક્ષ લે છે. બધી રીતે જોતાં મોટી ઉંમરના માણસોમાં દાદા-દાદી બાળકોના ઉત્તમ મિત્રો છે.

ક્યારેક કુટુંબમાં જો તમારા વિષે વાત નીકળે અને તમને સુધારવા કે ભણાવવા માટે કે તમારા ભલા માટે ચર્ચાઓ થાય તો તેમાં ભૂલેચૂકેય ભાગ લેશો નહીં, વડીલો ભલે ચર્ચાઓ કરે. નિયમોની કે શિસ્તની વાત સાંભળીને જરાય ડરવાની જરૃર નથી, કારણ કે કોઈ બાબતમાં ક્યારેય તેઓ સર્વસંમત નિયમો ઘડી શકશે નહીં. હા તમે જો વચ્ચે અભિપ્રાય આપશો કે ચર્ચામાં ભાગ લેશો, તો બધાં તમારા ઉપર ઉતરી પડશે અને તમે હેરાન હેરાન થઈ જશો. એટલે સારામાં સારો માર્ગ એ છે કે મૂંગા રહેવું.

શિક્ષકો બાબતમાં પણ થોડું જાણી લેવું જોઈએ કારણ કે આપણા માટે તેઓ સૌથી ઉપયોગી હોય છે. આપણી જિંદગીનાં ઘણાં વર્ષો આપણે તેમની સાથે ગાળવાના હોય છે.

મોટા ભાગના શિક્ષકોને અમુક વિદ્યાર્થીઓ બહુ ગમતાં હોય છે અને કેટલાંક બિલકુલ ગમતા હોતાં નથી. જે વિદ્યાર્થીઓ તેમનું માથું ખાધા વિના પોતાની મેળે જ અભ્યાસ કર્યા કરે છે અને છતાં તેનો યશશિક્ષકોને આપે છે, તેઓ તેમને બહુ જ ગમે છે, પણ જેમને ભણાવવાની જવાબદારી શિક્ષકો પર આવી પડે છે તેમના ઉપર તેઓ નારાજ રહે છે. તમારે કોઈ એવા શિક્ષક સાથે પનારો પડે તો બહુ મૂંઝાશો નહીં નિભાવી લેજો કારણકે તે માત્ર એકાદ વરસનું જ કામ હોય છે. બીજા વર્ષે બીજા શિક્ષક મળી જાય છે.

પણ જો તમે કોઈ શિક્ષકનાં પ્રિય પાત્ર હો, તો સાવચેતી રાખજો અને બીજા વિદ્યાર્થીઓને તે જાણવા દેશો નહીં નહીં તો તેઓ તમારા વિરોધી થઈ જશે અને શિક્ષકો કરતાં વિરોધીઓ સાથે સારા સંબધો રાખવાનું આપણા માટે હંમેશા સલામતીભર્યું હોય છે.

બાળકો કરતાં મોટેરાંઓ વધારે વાતોડિયાં હોય છે. તમે તમારી મમ્મીની આંગળી પકડી હોય અને તે તેની બહેનપણી સાથે વાત કરતી હોય, તમને જમવા બેસાડીને તે કોઈનો ફોન લેવા ગઈ હોય; તમારી સાથે તમારા પિતા રમતા હોય અને કોઈ પાડોશી મળી જાય, તો બંને કોઈ વાતમાં ઝૂકાવી દે. મોેટેરાંઓને વાતોમાંથી ઉખાડવા તે મજબૂત વૃક્ષને ઉખાડવા કરતાં પણ કપરું કામ છે. છતાં તમારે પ્રયત્ન કરવો જ પડે છે. તેનો સહેલામાં સહેલો રસ્તો છે તેમની વાતોમાં દખલ કરવાનો. તે માટે તમારે શું કરવું? જોરજોરથી બોલવું, અથવા રેડિયો જોરથી વગાડવાનું શરૃ કરવું , અથવા તો ઉપરના મજલે જઈને દોડાદોડી કરવી, અથવા તો ર્ફિનચરની થોડી અદલા બદલી કરવી. મોટા ભાગે તમે સફળ થશો.

તમારે ત્યાં મહેમાનો પણ આવતાં જ હશે. બાળકો માટે મહેમાનો હંમેશા સારા મિત્રો હોય છે. પોતાના ઘેર તેઓ ગમે તે રીતે વર્તતા હોય, પણ બીજાના ઘેર મહેમાન બનીને જનાર વ્યક્તિ બાળકો સાથે બહુ પ્રેમથી વર્તે છે. તેઓ તમારા ઉપર જેટલો પ્રેમ બતાવે છે એટલ પ્રેમ રાખે છે એમ માનશો નહીં પણ તેમની સાથે તમને જરૃર મજા આવશે.

ઘણાં મા- બાપ પોતાનાં બાળકોને વહેલા સૂઈ જવાની શીખામણ આપતાં હોય છે પણ પોતે મોડે સુધી જાગતાં હોય છે. બાળક માટે આ એક કોયડો હોય છે પણ આવા તો ઘણાં કોયડાઓ એને ઉકેલવાના હોય છે. એક વાત સ્પષ્ટ છે કે, મોટી ઉંમરના માણસો દરેક બાબતમાં પ્રામાણિક હોતા નથી.

ધર્મની વાત કરીએ, તો લગભગ દરેક પ્રસંગે તેઓ ઈશ્વરની ને ધર્મની ગૂઢ વાતો કરતાં હોય છે પણ તેમાં બાળકો કરતાં તેઓ જરાય વધારે સમજતાં હોય એમ હું માનતી નથી.

તેમને સૌથી વિશેષ રસ પૈસામાં હોય છે. કોઈ પણ પખ્ત ઉંમરની વ્યક્તિ વિષે જાણવાની તમને ઈચ્છા હોય તો પૈસા વિષે તે શું વિચારે છે તે તમારે જાણવું જોઈએ.

ઘણા વડીલો પોતાનાં બાળકોને દર મહિને અમુક પૈસા વાપરવા આપતા હોય છે. તેથી બાળકો હિસાબ રાખતાં શીખે એમ તેઓ માનતા હોય છે . તમારા ઘરમાં જો આવી વ્યવસ્થા હોય તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો. ક્યારેય વધારે પૈસા માંગશો નહીં, નહીં તો અનેક પ્રકારના સવાલ- જવાબની અને બીજી મુસીબતોમાં ફસાઈ જશો. પૈસા બાબતમાં વડીલો ગમે ત્યારે પોતાનો મિજાજ ગુમાવી બેસે છે.

કેટલાંક માબાપ પોતાને ઈચ્છા પડે ત્યારે બાળકોને પૈસા વાપરવા આપતાં હોય છે. તેમને કાંઈક લાભ થયો હોય અથવા તો તેઓ આનંદમાં હોય ત્યારે તરત જ બાળકોના ખોળામાં સિક્કાઓ ફેંકે છે. આમાં બાળકે સતત જાગૃત રહેવું પડે છે. જો તે સારો પ્રસંગ શોધી કાઢે અથવા તો લાડ કરવાનું શીખે તો તેને વધારે પૈસા મળી શકે છે.

માણસની ઉંમર જેમ વધે તેમ પૈસો તેને વધારે મોટો દેખાવા માંડે છે. તમારે ત્યાં કોઈ જુવાન માણસ મહેમાન તરીકે આવશે તો તે તમને દસ-વીસ રૃપિયા હાથમાં આપશે પણ ઘરડાં ડોસા કે ડોસી તમને રૃપિયો બે રૃપિયા હાથમાં આપશે. તેઓ તમને ખૂબ પ્રેમ કરશે. તમે દોડી દોડીને તેમનું કામ કરો તેવી અપેક્ષા પણ રાખશે પણ જુદાં પડતી વખતે તેઓ વધારે રૃપિયા આપી શકશે નહીં.

પૈસા વાપરવાની બાબતમાં એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે તમે ઉડાઉ છો, તેવી છાપ તમારા માબાપ ઉપર પડવા દેશો નહીં કારણ કે પૈસા માટે તેમને રાતના ઉજાગરા કરવા પડતા હોય છે. તેનો હિસાબ લખતાં અને સરવાળા બાદબાકી કરતાં નાકે દમ આવી જતો હોય છે, તે મેં પોતે જોયું છે. જોકે મને સમજાતું નથી કે પૈસા કમાવા કરતાં વધારે મહેનત તેઓ હિસાબ રાખવામાં શા માટે કરતાં હશે. ગમે તેમ પણ પૈસા વાપરવા બાબતમાં આપણે તેમનો ખ્યાલ રાખવો જોઈએ.

મોટા માણસો વિષે બીજી પણ કેટલીક અગત્યની વાતો છે. હું હવે પછી ક્યારેક તમને એ કહીશ.

દયાળુ મહાગીરી

મહાગીરી હાથી હતો. તે એક વેપારીનો હાથી હતો. વેપારી મહાગીરી પાસે ખૂબ કામ કરાવતો. વજનદાર લાકડાં ઊંચકી લાવવા માટે તેને જંગલમાં મોકલવામાં આવતો. કોઈ કોઈ વાર તો લોકોને એક સ્થળેથી બીજા સ્થળે પણ તેને લઈ જવા પડતા.

એકવાર મલ્લિપુરમના લોકો મંદિરનો ઉત્સવ ઉજવવા માંગતા હતા. મંદિર પર ધજા ચડાવવામાં આવે નહીં ત્યાં સુધી ઉત્સવનો આરંભ થઈ શકે નહીં. મંદિરની ધજા તો હતી પણ ધજાનો સ્તંભ નહોતો.

ગ્રામજનો જંગલમાં ગયા અને મોટા ઊંચા વૃક્ષમાંથી વીસ ફૂટ લાંબો સ્તંભ બનાવ્યો. સ્તંભ વજનદાર હોવાથી ગ્રામજનો તેને ઊંચકીને લઈ જઈ શકે તેમ ન હતા. તેથી સ્તંભને મંદિરે લઈ આવવા માટે તેમણે મહાગીરીની મદદ લીધી.

સ્તંભને જમીનમાં ઊભો કરવા માટે ગ્રામવાસીઓને હાથીની મદદની જરૃર હતી. મંદિરની સામે તેમણે ખાડો પહેલેથી જ ખોદી રાખેલો.

હાથી ખાડા સુધી તો સ્તંભ લઈ આવ્યો, પણ તે અચાનક ઊભો રહી ગયો અને પછી પાછો ફરી ગયો. સ્તંભને ખાડામાં ઊભો કરવા માટે મહાવતે હાથી પર ઘણું દબાણ કર્યું પણ હાથી ચસક્યો જ નહીં. મહાવતે વારંવાર બૂમો પાડી પણ હાથીએ દાદ ન આપી.

ગ્રામવાસીઓ રોષે ભરાયા અને મહાવતને ધમકાવ્યો. મહાગીરીને બૂમ બરાડા ગમ્યા નહીં. તેણે સ્તંભને ફેંકી દીધો અને મહાવતને ફંગોળી દીધો. લોકો રઘવાયા થઈને આમ તેમ નાસવા લાગ્યા.

મહાગીરી હવે એકલો હતો. તે ખાડા પાસે ગયો અને પોતાના આગળના બે પગ વાળી નીચે નમ્યો. ગ્રામવાસીઓ તેને જોવા ઊભા રહી ગયા. મહાગીરીએ તેની લાંબી સૂંઢ ખાડામાં નાખી અને તેમાંથી બિલાડીનાં બચ્ચાંને બહાર ઊંચકી લાવ્યો! તે ખાડામાં છુપાઈ રહ્યું હતું. સૌ સ્તબ્ધ થઈ ગયા !

હાથી મહાવતના હુકમને તાબે કેમ ન થયો તે હવે ગ્રામવાસીઓને સમજાયું. હાથી બિલાડીનાં બચ્ચાંને બચાવવા માંગતો હતો.

હાથીએ હવે સ્તંભને ખાડામાં ઉતાર્યો અને તેને સૂંઢ વડે સીધો પકડી રાખ્યો પછી ખાડામાં માટી પૂરી દેવામાં આવી.

સૌએ મહાગીરીને મીઠાઈ અને કેળાં આપ્યાં. તે દિવસથી હાથી મલ્લિપુરમના લોકોનો અને બાળકોનો પ્રિય હાથી બની રહ્યો.

જ્ઞાનની વહેંચણી કરો, ભવિષ્ય બનાવો

કોઈકે સાચું જ કહ્યું છે કે આપણી પાસે જ્ઞાન હોય તો તેને વહેંચવાનું શરૃ કરી દો, તેમ કરવાથી તમારા જ્ઞાનમાં પણ વધારો થશે. આજે ઘણી જગ્યાએ માન- સન્માન મળે છે, પણ પૈસા નથી મળતા તો ઘણી જગ્યાએ આપણને પૈસા મળે છે પણ માન- સન્માન નથી મળતા. આ માત્ર એક એવો વ્યવસાય છે જ્યાં તમને માન- સન્માન, પૈસા, પ્રતિષ્ઠા બધું જ મળી શકે છે.

શિક્ષક, પ્રોફેસર, ફેકલ્ટી તરીકે તમે તમારી કારકિર્દી ઘડી શકો છો. બસ આમાં તમારે માત્ર થોડા સમયનું રોકાણ કરવાનું રહે છે. આજે શિક્ષકોની સાર્વત્રિક માંગ છે.

શિક્ષકો આવનારી પેઢીના પાયાના ચણતરનું કામ કરે છે. જેનાથી આવનારી પેઢી સ્વસ્થ, હોશિયાર એક આદર્શ પરિસ્થિતિ નિર્માણ કરી દેશને-રાષ્ટ્રને અને આખા સમાજને આગળ લઈ જાય. તેની સાથે સાથે તે પોતાનો પાયો પણ મજબૂત કરતો થાય છે. જેનાથી તે સ્વીકાર્ય બને છે તેની માંગ વધે છે.

વિદેશમાં કરિયર : જ્યારથી વિદેશી મહાવિદ્યાલયોમાં ભારતીય શિક્ષકોની માગ વધવા લાગી છે ત્યારથી ટીચિંગનું કરિયર આગળ વધવા લાગ્યું છે અને આ ક્ષેત્રમાં રોજગારીની નવી તક ઉપલબ્ધ થવા લાગી છે. યુવાનો આ ક્ષેત્રમાં આગળ આવવા લાગ્યા છે. મસ્કત, ગલ્ફ દેશોમાં આપણા શિક્ષકોની માંગ વધવા લાગી છે. અમેરિકા, યુરોપ તથા અન્ય દેશોમાં ભારતના શિક્ષકો અને પ્રોફેસરોની માંગમાં વધારો થતો જોવા મળ્યો છે ફેશન ડિઝાઈનિંગ, ઈજનેરી વિષયોની સાથે સાથે હિન્દી અને સંસ્કૃત જેવી ભારતીય ભાષાઓની વિદેશોમાં માંગ વધતા શિક્ષકો નોકરી માટે ત્યાં જવા લાગ્યા છે.

ભારતમાં : ભારતમાં સર્વ શિક્ષા અભિયાન, કન્યા કેળવણી, પોલીટેકનીક કોલેજ, આઈઆઈએમ, મેનેજમેન્ટનો વધતો ક્રેઝ વગેરેના કારણે શાળા, કોલેજ, મેનેજમેન્ટ સ્કૂલો, બિઝનેસ સ્કૂલ્સ વગેરેમાં શિક્ષકોની ભારે માંગ વધી રહી છે. શિક્ષકોમાં પ્રાથમિક શિક્ષકો, માધ્યમિક શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો, લેકચરર, રીડર, વગેરેની માંગ વધી છે. હવે ખાનગી કંપનીઓ અને સંસ્થાઓએ ભારતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની શાળા/ કોલેજ

બનાવવાની શરૃઆત કરી છે. ત્યારથી શિક્ષકોની માંગમાં ભારે વધારો થઈ રહ્યો છે.

કામનું સ્વરૃપ : દરેક શિક્ષકનું પોતાનું અલગ વર્ક પ્રોફાઈલ જોવા મળે છે. નર્સરી કે કેજીના

શિક્ષકને તો પાયાનું કામ કરવાનું રહે છે. દરેકને એક ચોક્કસ પ્રકારની ભૂમિકા પર કામ કરીને બાળકો/ વિદ્યાર્થીઓમાં સુષુપ્ત રહેલી શક્તિઓને બહાર લાવવાનું ભગીરથ કામ કરવાનું રહે છે. શિક્ષણની સાથે ઈત્તર પ્રવૃત્તિઓ જેવી કે તેમનામાં સામાન્ય જ્ઞાન, વિજ્ઞાન, સાંપ્રત ઘટનાઓ, રમતગમત, નાટક, સંગીત જેવા ક્ષેત્રોમાં તેમની શક્તિઓનો વિકાસ કરી તૈયાર કરવાના હોય છે. તેઓ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપે છે, સંશોધન કાર્યમાં મદદ કરે છે.

નર્સરી ટીચર : નાના નાના બાળકોને ભણાવવાનું, જ્ઞાન સાથે ગમ્મત આપવાનું,

વગેરે કામ હોય છે. આ માટે ઉમેદવાર પાસે નર્સરી ટીચરની ટ્રેનિંગ હોવી જરૃરી છે. તે માટે બે વર્ષ, એક વર્ષ, છ માસના ટ્રેનિંગ કાર્યક્રમમાં જોડાઈ ડિપ્લોમાં કરી શકો છો.

પ્રાથમિક શિક્ષક : ધોરણ એકથી ધોરણ ચાર સુધીના બાળકોને ભણાવવાના હોય છે. તે માટે પી.ટી.સી. નો અભ્યાસક્રમ કરવો પડે છે. ખાનગી ક્ષેત્ર અને સરકાર મારફતે આવા અભ્યાસક્રમો ચાલતા હોય છે. અહીંયા મેરિટના ધોરણે ધોરણ ૧ર પાસના ઉમેદવાર પ્રવેશ મેળવી શકે છે.

પીટીસી થયેલ ઉમેદવારને સરકારી શાળાઓમાં નોકરીની તક મળે છે. જ્યારે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ મારફતે ડિપ્લોમા થયેલ ઉમેદવારોને ખાનગી શાળાઓમાં નોકરી મળવાની તક મળે છે. આ ઉપરાંત સ્નાતક થયા પછી બી.એડ., સી.પી.એડ. વગેરે કરી માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક

શાળાઓમાં નોકરી મળી શકે છે. હવે ઈન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી મારફતે વિવિધ વિષયો સાથે શિક્ષણ ક્ષેત્રમાં અનુસ્નાતક, પીએચડી, બીએડ, એમએડનો અભ્યાસક્રમ કરી શકાય છે.

લેકચરર : યુનિર્વિસટી ગ્રાન્ટ કમિશને ૧૯૯૧થી લેકચરરની નોકરી મેળવવા માટેની લઘુતમ શૈક્ષણિક લાયકાત નક્કી કરી છે. તેને નેટની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે. આ ઉપરાંત એન્જિનિયરિંગ, મેડિકલ, મેનેજમેન્ટ, ફાર્મસી, સંસ્કૃત, સંગીત, ચિત્રકળા અને કોમર્શિયલ આર્ટ વગેરે વિષયોમાં ખાસ વિષયના અભ્યાસક્રમ સાથે ડિગ્રી, ડિપ્લોમાં, માસ્ટર ડિગ્રી મેળવી એકેડેમિક કરિયર બનાવી શકાય છે.

ટીચર ફોર સ્પેશિયલ ચાઈલ્ડ : વિકલાંગ, મંદબુદ્ધિ, અંધવિદ્યાર્થીઓના શિક્ષક બની એક સામાજિક સેવા કરી રોજગારી પ્રાપ્ત કરી શકો છો. આમાં શૈક્ષણિક લાયકાતની સાથે સાથે તેમનામાં ધૈર્ય, સહાનુભૂતિ, કરુણા, પ્રેમ વગેરે આવશ્યક ગુણો હોવા જરૃરી છે. આવા વિશેષ અભ્યાસક્રમમાં પ્રવેશ પરીક્ષા પાસ કરી પ્રવેશ મેળવવાનો હોય છે. આવી પરીક્ષા પાસ કર્યા પછી ટ્રેનર્સ, શિક્ષક તરીકે રોજગારી મળી શકે છે.

પગાર : શિક્ષકમાં લાયકાત, અનુભવ પ્રમાણે પગાર રૃ.રપ૦૦થી શરૃ કરી ૩પ૦૦, ૪પ૦૦, ૭પ૦૦ ફિકસ ધોરણે મળે છે. પાંચ વર્ષ માટે પછી સારો પગાર મળે છે. કેન્દ્ર સરકારે છઠ્ઠા વેતન આયોગમાં શિક્ષકોનો પગાર વધાર્યો છે. ખાનગી શાળાઓમાં તમારી, યોગ્યતા અને લાયકાત પ્રમાણે વધારે વેતન પણ મળી શકે છે.

એજ્યુકેશનલ લોનથી તમારાં સપનાંને સાકાર

ઘણીવાર આર્િથક કારણોસર યુવાનો પોતાનાં સપનાંને સાકાર કરી શકતા નથી પણ હવે સમય બદલાયો છે. તમારાં સપનાંને સાકાર કરવા સરકાર તમને સહાય કરવા તત્પર બની છે. ડિગ્રી અથવા ડિપ્લોમાના અભ્યાસક્રમોમાં હવે લોન મળી શકશે.

જ્યાં સુધી વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીને કોઈ વ્યાજ ભરવાનું રહેતું નથી. આ માટે સરકારે ૪ કરોડની ફાળવણી કરી છે. ૧૧મી પંચવર્ષીય યોજના અંતર્ગત ર૦૧ર સુધીમાં સમાપ્ત થઈ રહેલી યોજના અંતર્ગત આ રકમની ફાળવણી કરવામાં આવનાર છે.

ભારતમાં શિક્ષણ : કોઈપણ જાતની ગેરન્ટી અથવા ર્માિજન મની ભર્યા વગર ૪ લાખ સુધીની એજ્યુકેશનલ લોન મળી શકશે. થર્ડ પાર્ટીની જામીનગીરી અને ગેરન્ટી પર ૪ થી સાત લાખ સુધીની લોન મળી શકશે. તે માટેની પાંચ ટકા ‘ર્માિજન મની’ તમારા સગાસંબંધી, મિત્ર અથવા પડોશીએ ભરપાઈ કરવાની રહેશે.

પરદેશમાં શિક્ષણ : ઉચ્ચ શિક્ષણ માટે પરદેશમાં જવા માટે તમને ઁહ્લ, ગ્દજીઝ્ર અથવા પ્રોપર્ટીની સામે ૭ લાખ રૃપિયા સુધીની લોન મળી શકશે. આ માટે તમારે ૧પ ટકા ર્માિજન મની ભરવાના રહેશે. બેન્ક તેમાંથી ૧પ ટકા લોનની રકમ ઓછી આપશે. કેન્દ્ર સરકાર બેન્ક અને બે ટકા સબસીડી આપશે.

જરૃરી દસ્તાવેજ :

(૧) છેલ્લી પરીક્ષાની માર્કશીટ

(૨) કોર્સમાં એડમિશન મળ્યાનું પ્રૂફ

(૩) કોર્સ દરમિયાન થનારા ખર્ચની ટૂંકમાં વિગતો

(૪) જો તમને સ્કોલરશિપ મંજૂર કરવામાં આવી હોય તો તેનો મંજૂરીનો પત્ર

(૫) ફોરેન એક્સચેન્જની પરમિટ. જરૃર હોય તો તેની નકલ આપવી.

(૬) બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ

(૭) વિદ્યાર્થી અથવા તેના વાલીના બેન્ક એકાઉન્ટ્સના ૬ માસના પત્રકો

(૮) આઈ.ટી. (ઈન્કમટેક્સ એસેસમેન્ટ ઓર્ડર)

(૯) કરજ લેનારની કુલ સંપત્તિ અને તેની જવાબદારીઓ.

સરકારની યોજના : સરકાર, આરબીઆઈ અને આઈબીએ સાથે સલાહ/ સૂચનો કરી એક યોજના તૈયાર કરી છે જેમાં તમામ પ્રકારનો અભ્યાસક્રમોનો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે.

જેમાં પ્રોફેશનલ્સ અભ્યાસક્રમનો પણ સમાવેશ થાય છે.

આમ આ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ માટે ભારતમાં સાત લાખ અને વિદેશમાં અભ્યાસ માટે પંદર લાખની લોન મળી શકશે.

આ લોનની પરત ચૂકવણી માટે પાંચથી સાત વર્ષનો સમયગાળો આપવામાં આવ્યો છે. ભણતર પૂરું થયા બાદ એક વર્ષનો ગ્રેસ પિરિયડ પણ આપવામાં આવ્યો છે. આ માટે યુજીસીએ ભલામણ કરેલ વિદ્યાર્થીઓને લોન માટે અગ્રતાક્રમ આપવામાં આવશે.

વ્યાજનો દર : સામાન્ય રીતે બધી જ રાષ્ટ્રિયકૃત બેન્કો અત્યારે ૧૧.પ વ્યાજ વસૂલ કરે છે.

આ લોન સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, પરીક્ષા અને લાઈબ્રેરી ફી, પુસ્તકો, વૈજ્ઞાનિક ઉપકરણો ખરીદવા, અભ્યાસ ટુર, પ્રોજેકટ વર્ક, થિસિસ વગેરે માટે આપવામાં આવશે. દરેક બેન્કના વ્યાજદરના અલગ અલગ પ્રકારના દર છે.

ખાનગી બેન્કની લોન : ઘણીવાર ખાનગી બેન્કમાંથી લોન લેવાનું સરળ બને છે પણ તેનો વ્યાજનો દર અને વસુલાતની કાર્યવાહી, પેનલ્ટી, દંડ અને દંડનીય વ્યાજની રકમના ચક્કરમાં ફસાઈ જતા લેને કે દેને પડી ન જાય તેની કાળજી રાખવી.

રમીએ

સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.
બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.
માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.
તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.
હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.
ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.
હુંય ગની, નીકળ્યો છું લઈને આખોપાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

- ગની દહીંવાળા

ડાયાબિટીસ - આ મીઠા રોગથી બચીએ

આજે લોકોની દોડધામભરી જિંદગી, તણાવ, બદલાયેલી ખાણીપીણીની શૈલી, બેઠાળુ જીવન, કસરતનો અભાવ, વારસાગત વગેરેના કારણે આખા વિશ્વમાં ડાયાબિટીસથી પીડાતા દર્દીઓની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. તેના પરિણામે લોકોમાં જાગૃતિ આવે, અને માર્ગદર્શન મળે તે હેતુથી સમગ્ર વિશ્વમાં ૧૪મી નવેમ્બરના દિવસને વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે જે લોકો અને ખાસ કરીને બાળકોને ડાયાબિટીસની દવાઓ, ઈન્સ્યુલિનના ઈન્જેક્શન વગેરે પૂરા પાડવામાં આવે છે. આ દિવસે બધા દેશોના આરોગ્યમંત્રીઓની વિશ્વ કક્ષાની એક બેઠકનું આયોજન કરવામાં આવે છે. જેનો હેતુ જે લોકો આ ક્રોનિક રોગથી પીડાતા હોય તેમને મદદરૃપ થવાનો છે.

આજે પરિસ્થિતિ પલટાઈ છે. આખા વિશ્વમાં દરરોજ ૨૦૦ બાળકો ડાયાબિટીસના રોગનો ભોગ બને છે. ભારતમાં પણ ડાયાબિટીસથી પીડાતા દર્દીઓની સંખ્યામાં વધારો થતો આવ્યો છે. આ અંગે હવે ખાસ કરીને નાના બાળકો- જે પ્રિ-નર્સરી, પ્રિ-સ્કૂલમાં જતાં બાળકો વધુ ભોગ બને છે અને તેની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે. આજે ૫૫,૦૦૦ કરતાં પણ વધુ બાળકો આ રોગનો ભોગ બન્યાં છે. જેમાંના મોટાભાગનાં વિકસિત દેશોનાં અને ઓછી તથા મધ્યમ આવકનાં બાળકો ભોગ બને છે. મોટા ભાગના કિસ્સાઓમાં જે બાળકોને ડાયાબિટીસનું નિદાન થાય છે તે થોડા જ વર્ષોમાં મૃત્યુ પામે છે. આ બાબત ઘણી ચિંતાજનક છે. ભારત ઉપરાંત ચીનમાં પણ આ રોગના દર્દીઓની સંખ્યા વધુ છે.

ભારતમાં પણ આશરે ૩.૫૦ કરોડ લોકો ડાયાબિટીસના રોગથી પીડાય છે. ઘણાં તો ભારતને આ રોગનું પાટનગર અથવા તો ડાયાબિટીસનું દ્વાર કહે છે. દેશને પ્રગતિની સાથે સાથે ડાયાબિટીસ પણ ભેટમાં મળી રહ્યો છે કારણ કે સ્ટ્રેસનાં કારણે, મેદસ્વીપણું અને બેઠાળુ જીવનનાં કારણે ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. જે દેશોમાં પ્રગતિ થઈ છે ત્યાં લોકોમાં સ્ટ્રેસ, પ્રમાદીપણું, આળસુપણું, વગેરે વધુ જોવા મળ્યાં છે. લોકોની ખાનપાનની શૈલી બદલાઈ છે. આ બધાની અસરનાં કારણે પણ આ રોગના દર્દીઓની સંખ્યા વધે છે.

લક્ષણો :- આ રોગમાં દર્દીઓને પેશાબ વધુ થવો, વજનમાં ઘટાડો થવો, દર્દીને વધારે થાક લાગે, દર્દીની પીંડી દુઃખે, પગમાં દુઃખાવો થાય, ભૂખ વધુ લાગે, માથું દુઃખવાની ફરિયાદ કરે, આંખોમાં ઝાંખપ આવવી, ધૂંધળુ દેખાવું, નબળી પડવી વગેરે લક્ષણો જોવા મળે છે.

કારણો :- ડાયાબિટીસ થવાનાં અનેક કારણો છે. જેમાં દર્દીને વારસાગત બીમારી મળે, અંતઃસ્ત્રાવી ગ્રંથિના કારણે હોર્મોન્સમાં થતા ફેરફારોને લીધે, અતિ મેદસ્વીપણું, દર્દીનું બેઠાળુ જીવન, પ્રમાદી અને આળસ, માનસિક વ્યગ્રતા, સતત ગળ્યું ખાવું, નાનપણમાં વધુ ગળ્યો આહાર લેવો વગેરેનાં કારણે દર્દી આ અંગેનો ભોગ બને છે.

અટકાવવાના ઉપાયો :-

* દર્દીએ વજન ઘટાડવું.

* બાળકોને ગળ્યા પદાર્થોથી દૂર રાખવા.

* વ્યાયામ અને કસરતને સ્થાન આપવું.

* નાના બાળકને એક વર્ષ સુધી બહારનું દૂધ ન આપવું.

આ ઉપરાંત ફળ, શાકભાજીનાં રસ, સલાડ, વગેરે લેવા. આવા દર્દીઓએ હંમેશા ખુશ રહેવું. તણાવમાં ન રહેવું. ભોજન લીધા પછી પરિશ્રમ ન કરવો પણ થોડો આરામ કરવો. આઈસક્રીમ, તળેલાં પદાર્થો, ઘી-ચીઝ વગેરે ન લેવા.

આપણા દેશમાં આ રોગની ખતરનાક અસર છે. તેને સાઇલન્ટ ક્લિર તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં દર સેકંડે એક વ્યક્તિ આ રોગથી મરણ પામે છે.

આ હવે રાજરોગ રહ્યો નથી. નાના બાળકથી માંડીને કોઈને પણ રોગ થઈ શકે છે. રાજા-રંક, નાના-મોટાં સહુ આ રોગનો શિકાર બને છે.

દર્દી જો શુગરને નિયંત્રણમાં રાખે તો તે લાંબુ આયુષ્ય જીવી શકે છે. તેની સાથે તેણે જીભ પર કંટ્રોલ રાખવો. રોજના ત્રણથી ચાર કિ.મી. ચાલવું, કારેલા, મેથીનો રસ પીવો. તેનાથી શુગર કાબૂમાં રહેશે અને રોગને કાબૂમાં રાખી શકાશે.

આ રોગના દર્દીએ જખમથી બચવું. એકવાર ઘા કે ઈજા થાય તો સહેલાઈથી રૃઝ આવતી નથી. તેના પરિણામે તે અંગ સડી જતા કાઢી નાખવાની શક્યતા વધે છે અને દર્દી મૃત્યુ પામે છે. ડાયાબિટીસ વધતા કિડની ફેઈલ થવાની શક્યતા રહે છે. દર્દી કોમામાં પણ જતો રહે છે.

આમ ભારતમાં આ રોગનો ફેલાવો જોતાં તેને નિયંત્રણમાં રાખવા સંયમિત જીવન જીવવું. કસરત કરવી, વ્યાયામ કરવો અને રોજનાં ત્રણથી ચાર કિ.મી. ચાલવાથી આ રોગને કાબૂમાં રાખી શકાય છે.

ભાજપમાં અડવાણી પછી નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના દાવેદાર : લોર્ડ મેઘનાદ

ચરોતરના પેટલાદના વતની પરંતુ છેલ્લાં ૭૦ વર્ષથી ઇંગ્લેન્ડમાં રહેતા અને ત્યાંની લંડન સ્કુલ ઓફ ઇકોનોમિકમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા લોર્ડ મેઘનાદ દેસાઇએ ગુજરાતીમાં ખુલ્લા મને વાત કરતા જણાવ્યું કે, ગોધરાકાંડ ગુજરાત માટે કાળી ટીલી સમાન છે તેમાં કોઇ બેમત નથી. આમ છતાં નરેન્દ્ર મોદી એક સારા વહીવટકાર અને પ્રામાણિક વ્યકિત છે તેમાં શંકાને કોઇ સ્થાન નથી. ભાજપમાં લાલકૃષ્ણ અડવાણી પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાનપદના દાવેદાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

  • તાતા જેવા ઉદ્યોગપતિ સિંગુરમાં ઉદ્યોગ ન સ્થાપી શકે તેવું વાતાવરણ સર્જાવું નહીં જોઇએ
  • મોદી સારા વહીવટકાર અને પ્રમાણિક વ્યક્તિ, ગુજરાતનો વિકાસ યોગ્ય દિશામાં

આઇઆઇએમમાં ચાલતા કોન્ફલ્યુઅન્સ અંતર્ગત શહેરમાં આવેલા લોર્ડ મેઘનાદ દેસાઇએ એક ખાસ મુલાકાતમાં જણાવ્યું કે,’હું જયાં રહું છું ત્યાંના વાતાવરણને અનુરૃપ બની જીવું છું અને ટીકાટિપ્પણી પણ વિનાસંકોચે કરું છું. ૨૦૦૪માં મેં પ્રથમ વખત કહ્યું હતું કે, ભાજપમાં નરેન્દ્ર મોદી અડવાણી પછીના વડાપ્રધાનપદના દાવેદાર છે.રાજકીય પક્ષોની આર્િથક નીતિ બાબતે અભિપ્રાય વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, ‘કોંગ્રેસ કરતાં ભાજપની આર્િથક નીતિ ઘણી સારી છે.જો કે તેમણે આગામી જાન્યુઆરી માસમાં યોજાનારી વાઇબ્રન્ટ સમીટ પર આર્િથક મંદીની કેવી અસર રહેશે તે અંગે કોઇ ટિપ્પણી કરી ન હતી.

રતન તાતાના નેનો પ્રોજેક્ટ અંગે સિંગુરમાં બનેલી ઘટનાઓ વિશે દુઃખ વ્યકત કરતાં તેમણે કહ્યું કે, ‘દેશમાં આવું વાતાવરણ ન હોવું જોઇએ. તાતા જેવા ઉદ્યોગપતિ આ દેશમાં ઉદ્યોગ સ્થાપી ન શકે તે વાત આઘાતજનક કહેવાય. જો કે તેનાથી ગુજરાતને ફાયદો થયો છે તે અલગ વાત છે પરંતુ જે રીતે તેમને સિંગુર છોડવું પડયું તે અયોગ્ય છે. દેશમાં વિકાસલક્ષી અને ઉદ્યોગલક્ષી વાતાવરણ નહીં રહે તો દેશનો વિકાસ થશે નહિ.ગુજરાતમાં વિકાસ અંગે તેમણે કહ્યું કે,’ગુજરાત છેલ્લાં ૧૦૦ વર્ષથી આગળ છે. કારણ કે ગુજરાતીઓમાં જન્મજાત બિઝનેસના ગુણો છે.

નેનોના કારણે ગુજરાતનો વિકાસ થશે તેમ કહેવું ભૂલ ભરેલું છે. ગુજરાતનો વિકાસ અવિરત થઇ રહ્યો છે. હાલમાં પણ ગુજરાત સાચી દિશામાં આગળ વધી રહ્યું છે.મંદીના સમયમાં રાજય અને કેન્દ્ર સરકારોએ કેવાં પગલાં ભરવાં જોઇએ તે વિશે કોઇ સુચનો કરવાનું તેમણે ટાળ્યું હતું. મંદીમાં ગરીબોને ઓછી અસર થાય તેવી રાજનીતી ઘડવા તેમણે સૂચન કર્યું હતું.

Saturday, November 22, 2008

ડિમાન્ડિંગ અભ્યાસક્રમ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ

બી. કોમ. કે એમ.કોમ. કર્યા પછી કોઇ પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટયૂટમાંથી કોસ્ટ એકાઉન્ટિંગ કે મેનેજમેન્ટ એકાઉન્ટિંગનો કોર્સ કરવામાં આવે તો કોમર્સમાં પણ કારકિર્દી બનાવી શકો છો. આ પ્રકારનો પ્રોફેશનલ કોર્સ કરવાથી ઉરચ પગારે નોકરી સહેલાઇથી મળી શકે છે. મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એ કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્સીને લગતો એક કોર્સ છે. ધ ઇન્સ્ટિટયૂટ ઓફ કોસ્ટ એન્ડ વર્ક એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા (આઇસીડબ્લ્યૂએઆઇ) નામની સંસ્થા ઘણા વર્ષોથી આ કોર્સ ચલાવે છે અને આ સંસ્થાની ડિગ્રી પણ માન્ય ગણાય છે.

‘મેઈડ ઈન અમેરિકા’ મંદીનું મોજું લગભગ બધે જ ફરી વળ્યું છે. તેની અસર આપણે ત્યાં પણ પડી છે. આવી પડેલી મંદીની આફતને પહોંચી વળનારા પ્રોફેશનલ્સ એકાઉન્ટન્ટની ડિમાન્ડ રાતોરાત વધી ગઇ છે. તદ્ઉપરાંત ભવિષ્યમાં પણ આવા પ્રોફેશનલ્સ મળી રહે એ માટે દેશ-વિદેશની વિવિધ યુનિવર્સિટીએ એકાઉન્ટિંગનો અભ્યાસક્રમ બદલ્યો છે. હવો કોસ્ટ કટિંગ, વર્ક એકાઉન્ટિંગ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ જેવા વિષયોના અભ્યાસ પર વધુ ભાર મુકવામાં આવે છે.
આપણે ત્યાં પણ ઘણી યુનિવર્સિટી અને ઇન્સ્ટિટયૂટ્સ આવા અભ્યાસક્રમ ચલાવે છે, કારણ કે એ સમયની માગ છે. મંદીને પહોંચી વળવા માટે ઘણી બધી કંપની કોસ્ટ કટિંગનો માર્ગ અપનાવી રહી છે. કોસ્ટ કટિંગની એકસરસાઇઝથી કંપનીને ઘણા ફાયદો થાય છે. કોસ્ટ કટિંગના જાણકાર પ્રોફેશનલ્સ કંપનીને ખોટા ખર્ચામાંથી ઉગારે છે. વળી, કંપની પણ નાણાંને વેડફાતાં અટકાવવા માટેના જાતભાતના રસ્તાઓ શોધતી રહે છે.

કોમર્સ લાઇનમા ૧૨મું ધોરણ પાસ કરેલા વિધાર્થીઓ માટે આઇસીડબ્લ્યુએઆઇમાં કોર્સ ઉપલબ્ધ છે. વિધાર્થીઓ ઇરછાનુસાર ફાઉન્ડેશન કોર્સ પણ કરી શકે છે. આ અભ્યાસક્રમમાં ચાર પેપર્સની પરીક્ષા આપવાની હોય છે. આ પરીક્ષા પાસ કરવાથી કોમર્સ અંગેની ઊંડાણપૂર્વકની સમજ વધુ ગાઢ બને છે.

ફાઉન્ડેશન કોર્સના વિષય
ઓર્ગેનાઇઝેશન એન્ડ મેનેજમેન્ટ ફંડામેન્ટલ, એકાઉન્ટિંગ, ઇકોનોમિકસ એન્ડ બિઝનેસ ફંડામેન્ટલ્સ, બિઝનેસ મેથેમેટિકસ એન્ડ સ્ટેટિકસ ફંડામેન્ટલ

ઇન્ટરમીડિએટ કોર્સ
આ કોર્સ અંતર્ગત કુલ ચૌદ વિષયો ભણવાના હોય છે. કુલ ૧૪ પેપર્સ આપવાના હોય છે.

ગ્રુપ-૧ના વિષયો
ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ, કોમર્શિયલ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લોઝ એન્ડ ઓડિટિંગ, અપ્લાઇડ ડાયરેકટ ટેકસેશન

ગ્રુપ-૨ના વિષયો
કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટિંગ, ઓપરેશન મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એપ્લાઇડ ઇનડાયરેકટ ટેકસેશન

ગ્રુપ-૩ના વિષયો
કેપિટલ માર્કેટ એનાલિસિસ એન્ડ કોર્પોરેટ લોઝ, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ, મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એન્ડ સ્ટ્રેટેજિક મેનેજમેન્ટ, ઇનડાયરેકટ એન્ડ ડાયરેકટ ટેકસ મેનેજમેન્ટ

ગ્રુપ-૪ના વિષયો
મેનેજમેન્ટ એકાઉન્ટિંગ-ઇન્ટરપ્રાઇઝ પરફોર્મન્સ મેનેજમેન્ટ, એડવાન્સ્ડ ફાઇનાન્સિયલ એકાઉન્ટિંગ એન્ડ રિપોર્ટિંગ, કોસ્ટ ઓડિટ એન્ડ ઓપરેશનલ ઓડિટ, બિઝનેસ વેલ્યુએશન મેનેજમેન્ટ

પ્રવેશ માટેની લાયકાત
ફાઉન્ડેશન અને ઇન્ટર મીડિયેટ કોર્સ માટે જૂન મહિનામાં યોજાનારી પરીક્ષાની અંતિમ તારીખ ૧૮ ડિસેમ્બર છે. કોમર્સ સ્ટ્રીમ સાથે ૧૨મું ધોરણ પાસ કરેલા વિધાર્થીઓ અથવા તો માર્ચ-૨૦૦૯માં ધો. ૧૨ની બોર્ડની પરીક્ષા આપવાના હોય એ વિધાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે. પરીક્ષાની તૈયારી જાતે કરવાની રહે છે. કલાસિસ પણ ચાલતા હોય છે. ફાઉન્ડેશન ઓફ ધ ઇન્સ્ટિટયૂટ વર્ક એન્ડ એકાઉન્ટ કોર્સ કરી ચુકેલા વિધાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકે છે. આ ઉપરાંત માન્યતાપ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવેલા વિધાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકે છે. પરીક્ષા આપી દીધી હોય અને રિઝલ્ટની રાહ જોતા વિધાર્થીઓ પણ આ પરીક્ષાનું ફોર્મ ભરી શકે છે.

વિશાળ તક
આઇસીડબ્લ્યૂએઆઇમાંથી કોર્સ પૂરો કરનારા વિધાર્થીઓ માટે ઉજજવળ કારકિર્દીની અગણિત તકો રહેલી છે. કંપનીઓ સામે ચાલીને સારામાં સારો પગારે નોકરી ઓફર કરે છે. આવા વિધાર્થીઓને ઝડપથી નોકરી મળી જાય છે. ચીફ એકિઝકયુટિવ, જનરલ મેનેજર, ફાઇનાન્સ ડિરેકટર જેવા ઉરચ હોદ્દા સુધી ઝડપથી પહોંચી શકાય છે. સ્વતંત્ર રીતે પણ કાર્ય કરી શકાય છે. શિક્ષણ ક્ષેત્રે પણ વિવિધ તક રહેલી છે. આઇસીડબ્લ્યૂએઆઇ પછી એમ.ફિલ. કે પીએચ.ડી. માટે રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. આ પદવી મેળવ્યા પછી ટીચિંગ લાઇનમાં કારકિર્દી ઘડી શકાય છે.

પેકેજ
આ કોર્સ કર્યા પછી કારકિર્દીની શરૂઆતમાં દર મહિને ૨૫,૦૦૦થી ૩૫, ૦૦૦નો પગાર મળી શકે છે. વિદેશમાં તો મહિને ૭૦, ૦૦૦ કરતા પણ વધુ પગારની નોકરી મળી શકે છે. અનુભવની સાથોસાથ સેલેરી પેકેજ પણ વધતું જાય છે. સ્વતંત્ર રીતે કાર્ય કરવાથી આ રકમ વધતી-ઓછી થઇ શખે છે

રાજસ્થાની કચોરી

સામગ્રીઃ
2 ચમચી ચણાનો લોટ, 2 ચમચી ટોપરાનું છીણ, 1 ચમચી શેકેલા તલ - વરીયાળીનો ભૂકો, 1 ચમચી લાલ મરચું, મીઠું સ્વાદાનુસાર, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી ગરમ મસાલો, ખાંડ સ્વાદાનુસાર, લીંબુનો રસ સ્વાદાનુસાર, મેંદાનો લોટ જરૂર પ્રમાણે, તળવા માટે તેલ, ગ્રીન ચટણી, ગળી ચટણી, દહીં, ઝીણી સમારેલી ડુંગળી, ખારી બુંદી, કોથમીર સજાવટ માટે.

રીતઃ
સૌ પ્રથમ એક કઢાઈમાં થોડું તેલ મૂકી તેમાં ચણાનો લોટ ધીમી આંચે બદામી શેકો, ત્યારબાદ તેમાં ટોપરાનું છીણ, તલ-વરીયાળીનો ભૂકો, લાલ મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી 5 મિનિટ શેકી, આ મિશ્રણ એક બાઉલમાં ઠરવા માટે કાઢી લો.


હવે મેંદાની કણકમાંથી જાડી પુરી વણો. તેમાં ચણાનાં લોટનું પૂરણ ભરી, કવર કરી ફરી પુરી વણો. આ સ્ટફ્ડ પુરી ગરમ તેલમાં બદામી તળી લો. ત્યારબાદ તૈયાર થયેલી કચોરીમાં કાણું પાડી ગ્રીન ચટણી, ગળી ચટણી, દહીં, ઝીણી સમારેલી ડુંગળી, ખારી બુંદી અને કોથમીર ઉમેરી પીરસો.

વેજ સેઝવાન ઢોંસા


સામગ્રીઃ
250 ગ્રામ ઢોંસાનું ખીરું, 5 થી 7 ચમચી તેલ, 2 નંગ ડુંગળી, અડધી ચમચી આદુની પેસ્ટ, 1 નંગ ગાજર, 1 નંગ લીલું કેપ્સીકમ, 1 નંગ લાલ કેપ્સીકમ, 50 ગ્રામ કેબીજ, મીઠું સ્વાદાનુસાર, 3 ચમચી સેઝવાન સોસ (બજારમાં તૈયાર પણ મળે છે), 1 ચમચી લાલ મરચું.

રીતઃ
સૌ પ્રથમ એક નોનસ્ટીક કઢાઈમાં થોડું તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં લાંબા સમારેલા કાંદા ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં આદુની પેસ્ટ ઉમેરી થોડીવાર સાંતળો. હવે તેમાં લાંબુ સમારેલું ગાજર, લાંબુ સમારેલું લાલ અને લીલું કેપ્સીકમ અને મીઠું ઉમેરી મિક્સ કરી, અધકચરું ચડવા દો. કેબીજ જલદી ચડી જાય છે માટે છેલ્લે કેબીજનું લાંબુ છીણ ઉમેરી મિક્સ કરો. ગેસ બંધ કરી આ સ્ટફિંગ એક બાઉલમાં કાઢી લો.

હવે ઢોંસાનાં ખીરામાંથી નોનસ્ટીક લોઢી પર ઢોંસો પાથરી, ફરતું તેલ મૂકો. ઢોંસો એકબાજુ થઈ જાય એટલે તેને ઉથલાવ્યા વગર તેમાં તૈયાર કરેલું સ્ટફિંગ ભરી, ઢોંસો ફોલ્ડ કરી દો. સાંભાર અને ટોપરાની ચટણી સાથે ગરમ ગરમ સેઝવાન ઢોંસા પીરસો.

જીવનનું ‘અમૃત’ શોધી કાઢવાની તૈયારીમાં વૈજ્ઞાનિકો


શરીરના કોષોને અમર બનાવી શકાય તેવા કુદરતી તત્ત્વોના પુરાવા શોધી કઢાયા


જીવનનું અમૃત શોધી કાઢવાની નજીક વૈજ્ઞાનિકો કદમ માંડી રહ્યા હોવાનું જણાય છે. કેમ કે મેડ્રિડના સ્પેનિશ નેશનલ કેન્સર સેન્ટર ખાતેની વૈજ્ઞાનિકોની ટીમે પુરાવા શોધી કાઢયા છે કે, ચિરંજીવી સેલ પેદા કરી શકે છે તેવા કુદરતી રીતે રચાતાં દ્રવ્યો કે તત્ત્વો યુવાનીને અનંતકાળ સુધી ટકાવી રાખવામાં મુખ્ય ઘટક બની શકે છે.


વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર શરીરમાં ‘ટેલોમેરેસ’ નામે ઓળખાતા કુદરતી રીતે રચાતા એનજાઇમ(પાચક રસ)નું પ્રમાણ વધારવાથી તે શરીરના કોષોને નાશ થતાં અટકાવે છે અને આથી વધતી ઉમરની પ્રક્રિયા ધીમી બને છે.


પ્રોટીન ટેલોમેરેસ, રંગસૂત્રોના અંત સામે રક્ષણાત્મક ઢાલને જાળવી રાખવામાં મદદ કરે છે. તે નાડીઓના અંત અને તેને જુદા પાડતાં અટકાવવા જેવાં કામો કરે છે. ઉલ્લેખનીય છે કે માનવીની વય વધે તેમ તેના શરીરના કોષો વિભાજિત થાય છે. જો ટેલોમેરેસ રૂપી રક્ષણાત્મક ઢાલ ન હોય તો આખરે કોષોનો નાશ થાય છે.


વૈજ્ઞાનિકોએ આ તારણ પર આવવા માટે લેબોરેટરીમાં ઉદરો પર પ્રયોગ કર્યા હતા. તેઓએ શોધી કાઢયું હતું કે સામાન્ય સ્તર કરતાં દસ ગણા વધુ ટેલોમેરેસ(એનઝાઇમ)ને પેદા કરી શકનારા ઉદરો રાબેતા મુજબના સામાન્ય કરતાં ૫૦ ટકા વધુ જીવે છે. ઉપરાંત આ ઉદરો ઓછા જાડા હોય છે, સારું સંકલન ધરાવતા હોય છે.


અગ્રણી સંશોધનકર્તા મારિયા બ્લાસ્કોએ જણાવ્યું હતું કે એનઝાઇમ(પાચક રસ) સામાન્ય મરણાધીન કોષોને ચિરંજીવી કોષોમાં રૂપાંતરિત કરવા માટે સક્ષમ હોય છે. ઉદર પર કરાયેલા આ પ્રયોગને મનુષ્યનું આયુષ્ય લંબાવવા માટે અજમાવી શકાય છે. અલબત્ત આ પ્રયોગમાં સાવચેતી રાખવા તેમણે અરજ કરી હતી.

Friday, November 21, 2008

VIEW EMAIL ON YOUR MOBILE AT FREE OF COST

If you are interested to view your email as SMS in your Mobile at free of Cost....!!


1. Send SMS MAIL START MUMBAI to 575758 (This will cost first time only Rs.3/- or as per your operator charge)

2. You Will get confirmation SMS and password in your cell.

3. You will get your new email id also ...i.e. 91+Your cellNo@m3m.in

4. Login http:\\m3m.in and register .... Type your mobile Number and password.... also give other information as required...... don't forget to give email id from which you will received the emails.

5. In your email Setting (for Gmail check the attachment) change the forwarding email copy to 91+yourcellno@m3m.in

6. In the email you will received confirmation email....

Mail2SMS email id registration confirmation details

Click on the confirmation email Link

In this you will get Free Emails as SMS at free cost.

કડવાં પ્રવચનો

Sસમસ્યા સૌ કોઈની

અમીર હોય કે ગરીબ બંનેની સામે સમસ્યા એક જ છે. ગરીબની સમસ્યા છે, ભૂખ લાગે તો શું ખાવું? અમીરની સમસ્યા છે, શું ખાવાથી ભૂખ લાગે? યુવાનોની સમસ્યા છે, શું કરીએ, સમય જ નથી મળતો. ઘરડાની સમસ્યા છે, શું કરીએ, સમય જ નથી કપાતો. આમ આદમી હોય કે ખાસ આદમી, સમસ્યાઓ બંનેના જીવનમાં છે. આમ આદમીની સમસ્યા છે, આજે શું પહેરવું? ખાસ આદમીની સમસ્યા છે, આજ શું શું પહેરું? સંસારમાં કોઈ પણ સંતુષ્ટ નથી. ગરીબ અમીર બનવા માગે છે, અમીર સુંદર બનવા માગે છે. કુંવારા લગ્ન કરવા માગે છે અને પરણેલા મરવાનું ઇરછે છે.

સુખી જીવનનું રહસ્ય

પ્રશ્ન પૂછ્યો છે, સુખી જીવનનું રહસ્ય શું છે? સુખી જીવનનું રહસ્ય છે કે દરેક દિવસ એવી રીતે વિતાઓ કે રાત્રે આરામથી નીંદર આવી જાય, દરેક રાત એવી રીતે વિતાઓ કે સવારે તમે કોઈને મોં બતાવતા ન શરમાઓ. જવાનીને એવી રીતે જીઓ કે ઘડપણમાં પસ્તાવું ન પડે અને ઘડપણને એવી રીતે બનાવો કે કોઈની સામે હાથ ફેલાવવા ન પડે.


દરરોજ એક વ્યકિતની મદદ કરવાનો પ્રયત્ન કરો

એક વિકલાંગ છોકરો તેના પિતા સાથે બગીચામાં ચુપચાપ બેઠો હતો. બંનેના ચહેરા પર દુ:ખની રેખાઓ સ્પષ્ટ જોવા મળતી હતી, કારણ કે તે છોકરો અન્ય લોકોની જેમ રમી કે ભાગી નહોતો શકતો. પોતાના પુત્રને આ પરિસ્થિતિમાં જોઈને અસહાય પિતા પણ ચુપચાપ તેના મોઢા સામે જોઈ રહ્યા હતા. તે જ સમયે ઉમરમાં તેના કરતાં થોડો મોટો છોકરો પસાર થયો, જેને પરિવાર દ્વારા એવું શીખવવામાં આવ્યું હતું કે, દિવસમાં કમ સે કમ કોઈ એક વ્યકિતની મદદ જરૂર કરવી જોઈએ.

દુ:ખી છોકરાને જોઈને તે તેની પાસે ગયો અને કહ્યું કે, ‘તેં કયારેય પક્ષીની જેમ ઊડવાની કલ્પના કરી છે ખરી ?’ ત્યારે નાના છોકરાએ કહ્યું, ‘ના, પરંતુ કયારેક એવું જરૂર વિચારું છું કે, બીજાં બાળકોની જેમ દોડવા-રમવામાં કેટલી મઝા આવતી હશે.’ ત્યારબાદ મોટા છોકરાએ કહ્યું કે, ‘શું આપણે મિત્ર બની શકીએ ?’ તો નાના છોકરાએ ઉત્સાહ સાથે જવાબ આપ્યો કે, ‘શા માટે નહીં.’ ત્યારબાદ તે બંને કલાકો સુધી રમતા અને હસતા રહ્યા. ત્યારબાદ વિકલાંગ છોકરાના પિતા તેમની જગ્યાએથી ઊઠીને એક તરફ ગયા અને થોડીવાર બાદ એક વ્હીલચેર લઈને આવતા દેખાયા. આ જોઈને મોટા છોકરાએ તેમના કાનમાં કંઈક કહ્યું, જે સાંભળીને પિતાએ જણાવ્યું કે, ‘આ તો બહુ સરસ રહેશે.’

ત્યાર પછી તે નાના છોકરાની પાસે ગયો અને કહ્યું કે, ‘તું મારો એકમાત્ર મિત્ર છે, આથી હું એવું ઇરછું છું કે, તું પણ બીજા લોકોની જેમ દોડે, પરંતુ હું તેવું કરવામાં અસમર્થ છું, છતાં હું તારા માટે કંઈક કરવા માગું છું.’ આટલું બોલીને તે તેની તરફ પીઠ રાખીને ઝૂકી ગયો અને તેને પોતાની પીઠ પર બેસી જવા કહ્યું. પોતાની પીઠ પર તે નાના છોકરાને બેસાડયા બાદ તેણે દોડવાનું શરૂ કર્યું. ધીમે ધીમે તેની ઝડપ વધતી ગઈ, આથી નાના છોકરાએ પોતાના બંને હાથ હવામાં ખુલ્લા કરી દીધા અને તેના પિતાને કહ્યું કે, ‘હું ઊડી રહ્યો છું, હું હવામાં ઊડી રહ્યો છું !’ આ દૃશ્ય જોઈને પિતાની આંખોમાં હર્ષાશ્રુ આવી ગયા. ત્યારબાદ તે વિકલાંગ છોકરો દરરોજ બગીચામાં આવવા લાગ્યો અને તેના મિત્રની મદદ વડે હવામાં ઊડવાનો અનુભવ કરવા લાગ્યો.

ફંડા એ છે કે, શકય હોય તો, ઓછામાં ઓછી એક વ્યકિતની રોજ મદદ કરો. કંઈક એવું કરો કે, સામેવાળાને પોતાનું જીવન સાર્થક લાગે.

Thursday, November 20, 2008

ગુસ્સો કાબૂમાં નથી રહેતો?

વ્યકિતને ગુસ્સો આવવો એ સામાન્ય બાબત છે, પણ ઘણી વ્યકિતઓમાં ગુસ્સો એટલો સખત જોવા મળે છે કે લાંબા સમય સુધી ટકી રહે અને વધુ ખતરનાક બની જાય છે. જે તેમને હિંસાત્મક વર્તન કરવા પ્રેરે છે.

ઘણી વ્યકિત ગુસ્સામાં બીજી વ્યકિતને અપમાનિત કરતી હોય છે અથવા ઘરની ચીજવસ્તુઓ ફેંકતી કે શારીરિક હાનિ પહોંચાડતી જોવા મળે છે. ક્ષમા નામની આધુનિક યુવતી ગુસ્સામાં પોતાને લાફા મારતી. પુરુષોત્તમદાસ નામના આધેડ વ્યકિત ગુસ્સો વ્યકત ન કરી શકવાને કારણે પોતાના શરીર ઉપર સિગારેટના ડામ દેતા. ગુસ્સો મોટી વ્યકિતને જ આવે એવું નથી હોતું, ચાર વર્ષના કહાન શાહને ગુસ્સો આવે ત્યારે ઘરની વસ્તુઓ બારીમાંથી બહાર ફેંકી દેતો. રસોડામાં જઇને બરણીઓ ખોલીને જમીન પર ખાલી કરી દેતો, ગેસ ચાલુ કરીને રૂમમાં ભાગી જતો અને સ્કૂલમાં તો અચૂક મારામારી કરીને ઘરે આવતો. તેના માતાપિતા તેનું આવું વર્તન જોઇને ડઘાઇ જ ગયા હતા. આવા અનેક કિસ્સાઓ છે. વધુ પડતો, વારંવાર આવતો ગુસ્સો વ્યકિતની માનસિકતા ઉપર આડઅસર કરે છે. સામાજિક અને પારિવારિક સંબંધોને બગાડી નાખે છે. ગુસ્સાથી માંસપેશીઓમાં ખેંચાણ આવે છે. બ્લડ પ્રેશર વધી જાય છે. નસો પહોળી થઇ જાય છે. જયારે વ્યકિતને સખત ગુસ્સો આવે ત્યારે શરીરમાં એપિનોટ્રિન અને નારિએપિનોરિન હોર્મોન્સની માત્રા વધી જાય છે. એના કારણે લોહીના નૈસર્ગિક ભ્રમણમાં અંતરાય સર્જાય છે. લોહીની ભ્રમણ ક્રિયા પણ પ્રભાવિત થાય છે.

કોઇ પણ વ્યકિત જન્મથી ગુસ્સાવાળી નથી હોતી, પરંતુ આસપાસનું વાતાવરણ તેના માનસિક સ્તર પર ઊડી અસર કરી જતું હોય છે. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણમાં જણાવ્યું છે કે ક્રોધી સ્વભાવના લોકોમાં હાર્ટ એટેકની સંભાવના ત્રણ ગણી વધી જાય છે. ડયુક યુનિવર્સિટી મેડિકલ સેન્ટરના એક રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે ક્રોધી સ્વભાવના માણસમાં મેકોલેસ્ટ્રોલ જજ અને ટ્રાઇગલા સેરાઇડ્ઝનો સ્તર ઊચો થઇ જાય છે.

ગુસ્સાને તરત પ્રગટ કરી દેવો એ સારી વાત છે પણ કેટલાક લોકો ગુસ્સાને દબાવીને રાખે છે. ગુસ્સાને દબાવી દેનારી વ્યકિતના હૃદયના ધબકારાની ગતિ અનિયમિત થઇ જાય છે જેથી બ્લડ પ્રેશર વધે છે. ગુસ્સો એ માનવ સ્વભાવ સાથે જોડાયેલો એક પ્રકારનો ભાવ છે, પરંતુ ગુસ્સાને કેવી રીતે વ્યકત કરવો એ દરેક માણસની પ્રકતિ ઉપર આધાર રાખે છે. જેમ કે ઘણી વ્યકિતઓને ગુસ્સો આવે ત્યારે તે અંતર્મુખી બની જાય છે. તો અમુક વ્યકિત પોતાને કાર્યમાં વ્યસ્ત રાખે તો ઘણી વ્યકિતઓ એકાંત પસંદ કરતા હોય છે.

ગુસ્સાને કાબૂમાં લેવાનું બહુ અઘરું નથી, પરંતુ થોડી મહેનતનું કામ છે. જયારે સખત ગુસ્સો આવે ત્યારે સૌથી પહેલાં એ ગુસ્સાનું કારણ શોધો. પછી ગુસ્સો વ્યકત કરવાને બદલે શાંતિપૂર્વક તમારા વિચારો બીજાને જણાવો. તમને ગુસ્સો આવ્યો છે તે બીજી વ્યકિતને શાંતિથી જણાવો.

ગુસ્સો આવે એ ક્ષણે મનમાં ‘ઓમ્’ બોલો અથવા ઇશ્વરનું સ્મરણ કરવું. ‘હું રિલેકસ થઇ રહી છું.’, ‘હું શાંત છું.’, ‘મારો ગુસ્સો શાંત થઇ રહ્યો છે.’ તેમ મનમાં ને મનમાં શાંત ભાવથી બોલવું.

બીજી વ્યકિત જયારે ગુસ્સો કરતી હોય અથવા ગુસ્સો આવતો હોય ત્યારે તેને પોતાની બાજુમાં બેસાડીને તેની પીઠ પર પ્રેમપૂર્વક હાથ ફેરવો અને ‘રિલેકસ’, ‘રિલેકસ’ ત્રણ-પાંચ વાર કહેવું. નાનું બાળક હોય તો બાથમાં ભીડી લેવું.

થોડા જ દિવસોમાં તમે પોતે અનુભવશો કે ગુસ્સા ઉપર તમે કાબૂ મેળવી રહ્યા છો. ગુસ્સો આવે ત્યારે ધીમે ધીમે શ્વાસ અંદર ખેંચો અને ધીમે ધીમેથી શ્વાસને છોડવો. તે દરમિયાન એ પણ વિચારો કે શ્વાસની સાથોસાથ ગુસ્સો પણ મનમાંથી નીકળી રહ્યો છે. કાર્ય અથવા વિચાર બદલી નાખવાની કોશિશ કરવી. બાકીના સમયમાં હકારાત્મક ભાવ અને વિચાર રાખવા. તેમ છતાં ગુસ્સો ઓછો ન થાય તો ડોકટરની સલાહ લેવી.

શિયાળામાં પરેશાન કરતી શરદી

શિયાળામાં શરદી એ સામાન્ય ફરિયાદ છે. આયુર્વેદમાં શરદીને ‘પ્રતિશ્યાય’ કહેલ છે. આ એક શ્વસનતંત્રનો રોગ છે. જયારે જયારે શરીરમાં રોગપ્રતિકારક શકિત-જીવન શકિત ઓછી થઈ જાય છે, ત્યારે ત્યારે શરદી-સળેખમનો ઉપદ્રવ વધી જાય છે અને ત્યારે નાક ખૂબ હેરાન -પરેશાન કરી મૂકે છે. નાક વારંવાર બંધ થઈ જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડે, નાકમાંથી પાણી ટપકયાં કરે છે, આમ નાક આરોગ્યની દીવાદાંડીનું કામ આપી ચેતવણી આપે છે કે સંભાળો તમારાં ફેફસાં ખૂબ નબળાં છે, રોગપ્રતિકારક શકિત ખૂબ ઘટી રહી છે. શરદી થવાનાં ઘણાં બધાં કારણો છે જેવા કે ધૂળ-રજ આદિનો નાકમાં પ્રવેશ થવાથી-વેગોને રોકવાથી, વધુ બોલવાથી, વધુ પડતા સૂર્ય તાપમાં ફરવાથી, ધુમાડામાં રહેવાથી, ઝાકળમાં ફરવાથી, શોકથી, ક્રોધ કરવાથી, ઋતુ પરિવર્તનથી મસ્તકમાં કફરૂપી દોષ ખૂબ જામી જાય છે ત્યારે વધી ગયેલો વાયુ પ્રતિશ્યાય શરદી સળેખમ ઉત્પન્ન કરે છે.

સારવાર

શરદીના પ્રથમ ચિહ્નના તેમજ તીવ્ર હુમલામાં ગરમપાદ સ્નાન ખૂબ જ ઉપયોગી છે.

સવાર- સાંજ બે વખત ગરમપાણીમાં નીલગિરિનાં પાન અથવા બીજ નાખીને માથે ઓઢી નાસ લેવો જોઈએ.

હળદર અને સૂંઠ નાખેલું ગરમ દૂધ પીવું.

ત્રિભુવન કીર્તિરસ, શંગભષ્મ, ગોદૃન્તીભસ્મ, અભ્રકભસ્મ, વાસાવલેહ, સિતોપલાદી ચૂર્ણ, યષ્ટીમધુ ચૂર્ણ, સુતશેખર રસ વગેરેમાંથી કોઈ એક પ્રતિશ્યાયહર યોગનું આયુર્વેદિક ડોકટરની સલાહ મુજબ સેવન કરવું. સાથોસાથ ષડબિંદુ તેલનું નષ્ય લેવું.

કાયમી શરદી રહેતી હોય તેમણે ખાસ પ્રતિશ્યાયહર યોગની સાથે સાથે નાકમાં ષડબિંદુ તેલ, દિવેલ કોઈ એકનું બંને નસકોરામાં ટીપાં નાખવાં.

પાંચ તુલસીનાં પાન અને બે દાણા મરીના વાટીને ચાવી જવા.

શરીરને ઠંડો પવન લાગવા ન દેવો, ગરમી અથવા તડકામાંથી આવી તરત પંખાની હવા નીચે ના બેસવું. રાત્રિ જાગરણ ના કરવું.

શરદીનાં કારણે માથાનો દુખાવો સતત રહેતો હોય તો પથ્યાદિકવાથ આશીર્વાદરૂપ અકસીર ઇલાજ છે.

આહારમાં ઠંડા પદાર્થો, તીખું, તેલવાળું, કેળા, છાશ, દહીં ના ખાવું. પપૈયાનું શાક, સરગવાની સીંગ, મેથીની ભાજી, સુવાની ભાજી, પરવળ, કારેલાં, દૂધી લઈ શકાય. જયારે પણ તરસ લાગે ત્યારે સૂંઠ નાખીને ઉકાળેલું પાણી જ પીવું.

કાયમી શરદીમાં શરૂઆતમાં ઉપવાસ, વરાળ, સ્નાન, નસ્યકર્મ અને પ્રતિશ્યાય હરયોગોનું વિધિવત્ સેવન કરવાથી મટાડી શકાય છે.

આમ, શરદીનાં લક્ષણો જણાય કે તરત જ ઔષધોપચાર કરી દેવાથી શરદીને કાબૂમાં રાખી શકાય છે

Dr. Prarthana Mehta

નટુ ગટુ ડોટ કોમ

નટુ (પોતાની પ્રેમિકાને) : તું શરાબ પીએ છે ત્યારે ખૂબ જ સુંદર લાગે છે.

પ્રેમિકા : પરંતુ હું શરાબ પીતી જ નથી.

નટુ : પરંતુ હું પીઉં છું ને!

………

ઘરમાં નટુ તોફાન કરતો હતો, એટલે તેની મમ્મી તેનો હાથ પકડીને તેના પપ્પા ગટુ પાસે લઈ ગઈ અને ગટુને કહ્યું, ‘તમારા લાડલાને કંઇક કહો, તે મારું કહ્યું માનતો નથી.’

આથી ગટુએ ગુસ્સે થઈને પોતાના પુત્ર નટુને સમજાવ્યો, ‘બેટા, તું તારી મમ્મીનું કહ્યું ન માનવાની હિંમત કેવી રીતે કરી શકે છે. તને એમ લાગે છે કે તું મારા કરતા હોશિયાર છે.’

………

નટુ પોતાના મિત્ર ગટુનાં લગ્ન પોતાની એક પરિચિત યુવતી લીલા સાથે કરાવવા માગતો હતો. આ બંને એકબીજાને ઓળખે એ માટે નટુએ તેઓને હોટલમાં ડિનર લેવાનું સૂચન કર્યું. લીલાને ઇમ્પ્રેસ કરવા ગટુ લીલાને અમદાવાદની એક ફાઇવસ્ટાર હોટલમાં લઈ ગયો. વેઇટરે તેઓના ટેબલ પાસે આવી ઓર્ડર લખાવવા જણાવ્યું.

લીલાએ મેનુ હાથમાં લીધું અને કિંમતની ચિંતા કર્યા વિના મેનુમાં લખેલી સલાડ, સૂપ, પાપડ, શાક, રોટી, પરાઠા જેવી લગભગ દરેક વસ્તુનો ઓર્ડર આપ્યો. ઓર્ડર સાંભળીને ગટુ અપસેટ થઈ ગયો, કારણ કે તેણે વિચાર્યું જ ન હતું કે લીલા આટલો મોટો ઓર્ડર આપશે.

ઓર્ડર આપ્યા પછી લીલા અટકી અને ગટુ સામે જોઈને પૂછયું, ‘આ બધું ખાધા પછી મારે શું પીવું જોઇએ?’

ગટુએ જવાબ આપ્યો, ‘મને લાગે છે કે સાબરમતી નદી ઠીક રહેશે.’

………

નટુને તેની પત્ની રુક્ષ્મણી ધમકાવતી હતી, ‘તમે તો મૂર્ખા છો. તમે હંમેશાં મૂર્ખા જ રહ્યા છો. અને મૂર્ખા જ રહેશો. જો મૂર્ખાની સ્પર્ધા થાય તો તમે એમાં બીજા નંબરે આવો.’

નટુએ પૂછયું, ‘હું બીજા નંબરે શા માટે આવું?’

રૂક્ષ્મણીએ જવાબ આપ્યો, ‘કારણ કે તમે મૂર્ખા છો!’

………

૧૫ વર્ષનો નટુ એક ગુનાનો સાક્ષી હતો. તેથી તેને કોર્ટમાં લાવવામાં આવ્યો. બચાવ પક્ષનો વકીલ ગટુ તેને પ્રશ્નો પૂછતો હતો, ‘તારે કોર્ટમાં શું કહેવાનું છે, તે વિશે કોઈએ તને કહ્યું છે.’

નટુ : હા સાહેબ કહ્યું છે.

ગટુ : તને કોણે કહ્યું હતું?

નટુ : મારા પિતાએ.

ગટુ : શું કહ્યું હતું?

નટુ : તેમણે કહ્યું હતું કે વકીલો તને ગોળ-ગોળ ફેરવી જૂઠાણું બોલાવશે, પણ તું સત્યને જ વળગી રહેજે, બધું બરાબર થઈ જશે.

બુદ્ધિનું બળ




એકવાર બાદશાહ અને બીરબલ જંગલમાં શિકાર કરવા ગયા. બપોર સુધી રખડ્યાં પણ કોઈ શિકાર ન મળ્યો અને ભૂખ એવી લાગી કે વાત ન પૂછો. ભૂખના કારણે બેહાલ થઈ ગયા. ત્યાં જ સામેથી એક નનામી આવતી દેખાઈ એટલે બાદશાહ નિરાશ થઈ ગયા- ‘આ ગામમાં કોઈ મરી ગયું લાગે છે. હવે અહીં ક્યાંથી ખાવા મળશે? હા...તારી બુદ્ધિ ચાલે તો કાંઈક ઉપાય કર, કકડીને ભૂખ લાગી છે.’

બીરબલે તો તરત બન્ને હાથ ઉંચા કરીને ગામ લોકોને ઉભા રાખ્યા પછી કહ્યું - ‘જો કોઈ અમને બન્નેને પેટ ભરીને ખવડાવે, તો હું મારી વિદ્યાથી આ મરેલાં માણસને જીવતો કરી દઉં.’

તરત જ મરનારનાં સગા-વહાલા દોડીને ખાવાનું લઈ આવ્યાં. બાદશાહે અને બીરબલે પેટ ભરીને ખાધું પછી બીરબલ બોલ્યો - ‘હવે હું મરનારને જીવતો કરું છું. એનો ધંધો શું હતો એ જણાવો.’

‘એ મુખી હતો’ કોઈક બોલ્યું.

બીરબલ ગુસ્સાથી બોલ્યા - ‘પહેલાં કેમ ન જણાવ્યું. મુખી મરી ગયા પછી જીવતા જ ન થાય. નાહક મારો સમય બગાડ્યો...’ બાદશાહ તો હસી જ પડ્યા.

દંભી


એક ભણેલો ગણેલો માણસ નદી પાર કરવા માટે હોડીમાં બેઠો. તેને પોતાના અભ્યાસનું અભિમાન હતું. તેણે અભિમાન ભર્યા સ્વરે નાવિકને પૂછ્યું, ‘શું તું વ્યાકરણ ભણ્યો છો?’

નાવિક બોલ્યો, ‘નહિ.’

દંભી વ્યક્તિએ કહ્યું, ‘અફસોસ કે તેં તારું અડધું જીવન વ્યર્થ જ જવા દીધું.’ થોડીવાર પછી ફરી તેણે નાવિકને પૂછ્યું, ‘તેં ઈતિહાસ અને ભૂગોળનો અભ્યાસ કર્યો છે?’

નાવિકે માથું ધુણાવીને ના પાડી.

દંભી બોલ્યો, ‘તો તો તારું સમગ્ર જીવન જ વ્યર્થ છે.’

નાવિકને મનમાં ને મનમાં ઘણો જ ગુસ્સો આવ્યો, પણ તે મૌન રહ્યો.

અચાનક જ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. હોડી હાલક ડોલક થવા લાગી.

નાવિકે ઊંચા અવાજે તે વ્યક્તિને કહ્યું, ‘મહારાજ, તમને તરતા આવડે છે?’

તે માણસે કહ્યું કે મને તરતા આવડતું નથી.

નાવિકે તરત જ કહ્યું, ‘તો તમારે તમારા ઈતિહાસ, ભૂગોળને મદદ માટે બોલાવવા પડશે, નહિતર તમારું સમગ્ર જીવન બરબાર થવાનું છે, કારણકે હોડી હવે થોડી જ વારમાં ડૂબવાની છે.’ આટલું કહીને નાવિક નદીમાં કૂદી પડ્યો અને તરતો તરતો કિનારા તરફ આગળ વધ્યો.

બોધઃ- વ્યક્તિએ કોઈએક વિદ્યા કે કળામાં પારંગત હોવાનું અભિમાન ન કરવું જેઈએ.