એમ.સી.એસ.ઈ. એકઝામ, સી.આઈ.એસ.સી.ઓ. અને ‘કોમ્પિટિયા’ જેવી પરીક્ષા પાસ વિદેશોમાં જોબની સંભાવના વધી જાય છે. ઉપરોકત તમામ પરીક્ષાઓ ઓન લાઈન લેવાતી હોવાથી પરીક્ષા પાછળ સમય નો બગાડ પણ નથી થતો.
કમ્પ્યૂટર હાર્ડવેરનો વ્યવસાય કરતો યુવાન દિલીપપ્રસાદ કહે છે, કોઈ સારી આઈ.ટી. કંપનીમાં જોબ મેળવવા માટે મંે કમ્પ્યુટર હાર્ડવેરનો કોર્સ કર્યો હતો. શરૂઆતમાં પોતાના ઉપયોગ માટે મેં કમ્પ્યૂટર બનાવ્યું હતું. પછી ધીરે ધીરે કમ્પ્યૂટર એસેમ્બ્લિંગનો બિઝનેસ શરૂ કરી દીધો. સમય જતાં મોટી મોટી કંપનીઓનાં કમ્પ્યૂટર મેન્ટેનન્સ કોન્ટ્રાકટ્સ પણ મળવા લાગ્યા. હવે હું આ ધંધામાં સ્થાપિત થઈ ચૂકયો છું. મહિને લાખ રૂપિયાનું ટર્નઓવર થઈ જાય છે.
સોફટવેર ક્ષેત્રમાં જોબ-બિઝનેસ રેશિયો...
કમ્પ્યૂટર હાર્ડવેર અને નેટવર્કિંગનો કોર્સ કરીને ૬૦ ટકા વિધાર્થીઓ કોઈ સારી ફર્મ કે કંપની શોધીને જોબ મેળવી લેતા હોય છે. ૩૦ ટકા વિધાર્થીઓ ઐવા હોય છે જેઓ અભ્યાસની સાથે સાથે આ જ ક્ષેત્રમાં પાટર્ટાઈમ જોબ પણ કરતા રહે છે. જયારે બિઝનેસ માઈન્ડ ધરાવતા કમ્પ્યૂટર હાર્ડવેર અને નેટવર્કિંગ વિધાર્થીઓ અભ્યાસ પછી પોતાનું કન્સિલ્ટંગ ફર્મ શરૂ કરતા હોય છે. આવા વિધાર્થીઓ ૧૦ ટકા હોય છે.
નેટવર્કિંગમાં છે નેટ પ્રોફિટ...
નેટવર્કિંગનો કોર્સ કરીને મહિને રૂપિયા ૮થી ૨૦,૦૦૦ની નોકરી મેળવી શકાય છે જયારે ગુજરાત બહાર મુંબઈ કે બેંગલોર જેવાં શહેરોમાં જવાની તૈયારી બતાવતા યુવક-યુવતીઓ ૧૫,૦૦૦થી ૩૫,૦૦૦ રૂપિયાની જોબ મેળવી લેતા હોય છે. આ કોર્ષ કર્યા બાદ વિધાર્થીઓ ઉરચ હોદ્દાની જોબ મેળવી શકે છે અને મોટી-મોટી કંપનીઓના કોન્ટ્રાકટ મેળવે છે.
મોભાદાર પદ આપાવતો કોર્સ...
હાર્ડવેર એન્જિનિયર
નેટર્વક એન્જિનિયર
સિસ્ટમ એડમિનિસ્ટ્રેશન
આંતરરાષ્ટ્રીય માન્યતા આપાવતી પરીક્ષાઓ
એમ.સી.એસ.ઈ. એકઝામ(માઈક્રોસોફટ સર્ટિફાઈટ સિસ્ટમ એન્જિનિયર)
સી.આઈ.એસ.સી.ઓ.(સિસ્કો)
રેડ હેટ સર્ટિફિકેટ
કોમ્પિટિયા
નેટવર્કિંગની બિઝનેસ ઓપોરર્યુનિટી...
નેટવર્કિંગના કોર્સ કરીને પોતાનું કન્સિલ્ટંગ ફર્મ પણ શરૂ કરી શકાય છે.
નેટવર્ક કન્સલ્ટન્ટ
નેટવર્ક આર્કિટેકટ
ડેટા સિકયોરિટી કન્સલ્ટન્ટ
નેટવર્કિંગના સ્કોપ
સર્વર એડમિનિસ્ટ્રેશન
નેટર્વક એડમિનિસ્ટ્રેશન
નેટર્વક સિકયોરિટી એડમિનિસ્ટ્રેશન
ડેટાબેઝ એડમિનિસ્ટ્રેશન
No comments:
Post a Comment