પસંદગીના વિકલ્પો
ધોરણ ૧૧-૧૨ – Higher Secondary માં એડમિશન મેળવવું. અહીં પણ વિજ્ઞાનપ્રવાહ, સામાન્ય પ્રવાહ (વિનયન-વાણિજ્ય), ઉત્તર બુનિયાદી પ્રવાહ એવા વિકલ્પો છે.
ધોરણ ૧૦ પછીના વ્યવસાયલક્ષી ડિપ્લોમાં અભ્યાસક્રમો (ડિપ્લોમાં ઇન એકાઉન્ટન્સી, ડિપ્લોમાં ઇન બૅન્કિગ, ડિપ્લોમાં ઇન હોમસાયન્સ ઇત્યાદિ) માં એડમિશન મેળવવું.
ધોરણ ૧૦ પછીના ટેકનિકલ ડિપ્લોમાં અભ્યાસક્રમોમાં (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઇલ, મેટલર્જી, કેમિકલ, પ્લાસ્ટિક, પ્રિન્ટિગ, ફેબ્રિકેશન, હોમસાયન્સ, કોમર્શિયલ પ્રેકટિસ, માઇનિંગ, સિરેમિક, ટેક્ષ્ટાઇલ મેન્યુફેક્ચરિંગ/ટેકનોલોજી ઇત્યાદિ ક્ષેત્રોમાં) પ્રવેશ મેળવવો. આ ડિપ્લોમાં અભ્યાસક્રમો સરકારી પૉલિટેકનિકો/સ્વનિર્ભર સંસ્થાઓ ખાતે લઇ શકે છે.
ધોરણ ૧૦ પછી આપના માટે નોકરીની પણ કેટલીક સારી તકો છે જ - જો આપ આગળ અભ્યાસ કરી શકો તેવા સંજોગો ન હોય તો.
આપ ખાનગી ઉમેદવાર તરીકે પણ - ઘરે રહીને પણ - આગળ અભ્યાસ કરી શકો.
હવે આપ જ કહો : છે ને અનંત તકો...
આમ, ધોરણ ૧૦ પછી આખું આકાશ તમારા જ સ્વાગત માટે ખુલ્લું છે. તમારા પગ પાસે લીલીછમ જાજમ છે અને આપ ધારો તો સામે કોઇ જ અવરોધ પણ નથી. આપ આ જાજમ પર પગ મૂકો, ચાલો, દોડો.... તમારી તાકાત હોય તેટલાં રંગીન સપનાં લઇને દોડો.... Sky is the limit...
તો ધોરણ ૧૦ પછી આગળ અભ્યાસ માટે આપના રસ-રુચિ-સંજોગોને ધ્યાનમાં લઇને જે પણ વિકલ્પ પસંદ કરો. તેમાં આપ જો Top પર રહેશો તો - એટલે કે પ્રથમ પાટલીના First Bench ના વિદ્યાર્થી રહેશો તો - આપના માટે સમગ્ર આકાશ ખુલ્લું છે જ.
સાયન્સ - કોમર્સ - આર્ટસ કયો પ્રવાહ પસંદ કરવો ? કે પછી અન્ય કોઇ કરવા ?
ધોરણ ૧૦ પછી શું ? મુખ્ય વિકલ્પો
ધોરણ ૧૦ પછી શું કરવું એનો સૌથી સારો જવાબ એક લીટીમાં આપીએ તો ધોરણ ૧૧ માં એડમિશન લેવું ધોરણ ૧૦ પછી આગળ અભ્યાસ માટે મુખ્ય બે પ્રવાહો છે : (૧) સામાન્ય પ્રવાહ (૨) વિજ્ઞાન પ્રવાહ.
સામાન્ય પ્રવાહમાં અભ્યાસ :
૧૨ આર્ટસ અને ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષા આપનારની કુલ સંખ્યા કરતાં બમણી સંખ્યા ધોરણ ૧૨ કોમર્સના સ્ટુડન્ટની હોય છે. આ વર્ષ લગભગ અઢી લાખ જેટલા સ્ટુડન્ટ ધોરણ ૧૧ કોમર્સમાં એડમિશન લેશે. કોમર્સના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કર્યા પછી આગળ અભ્યાસ માટે (૧) બી. કોમ. (૨) બી.બી.એ. (૩) બી.સી.એ. (૪) બી. એસ.સી. આઇટી (૫) સળંગ પાંચ વર્ષના ઇન્ટિગ્રેટેડ MBA અને M.Sc. (TT) M.Com. L.L.B વગેરે જેવા ઘણા અભ્યાસક્રમો ગુજરાતમાં ચાલે છે.
આર્ટસના વિષયો સાથે ધોરણ ૧૨ પાસ કરનાર માટે ઉજ્જવળ ભવિષ્ય ધરાવતા અનેક અભ્યાસક્રમો છે. અંગ્રેજી, અર્થશાસ્ત્ર, સાયકોલોજી, સમાજશાસ્ત્ર, ગુજરાતી, હિસ્ટ્રી, ભૂગોળ જેવા કોઇપણ વિષય સાથે બી.એ. નો અભ્યાસ કરી શકાય છે. કમ્પ્યુટર અને ઇન્ફર્મેશન ટેકનોલોજીના ક્ષેત્રમાં કેટલાક બેચલર ડિગ્રી કોર્સ છે. જેમાં ૧૨ આર્ટસને એડમિશન મળે છે. બી.બી. એ. ના કોર્સમાં પણ કેટલીક યુનિવર્સિટી ૧૨ આટર્સના સ્ટુડન્ટને પ્રવેશ આપે છે. સળંગ BABEd (ભાષા) નો અભ્યાસક્રમ શરૂ થયેલ છે.
ધોરણ ૧૨ સાયન્સ :
સાયન્સ પ્રવાહમાં ત્રણ વિકલ્પો છે
Group C: Physics, Chemistry - Maths. (ગ્રુપ AB કહેવાય છે.)
આમ, જે વિદ્યાર્થી મિત્રો મેડિકલ વિદ્યાશાખામાં જ જવાનો આગ્રહ રાખે છે તેઓ Group "B" ના વિષયો પસંદ કરી શકે અને જેઓ ફક્ત એન્જિનિયરિંગ વિદ્યાશાખામાં જ જવાનો આગ્રહ રાખતા હોય તેઓ Group "A" ના વિષયો પસંદ કરી શકે છે. A/B ગૃપ રાખવાથી મહેનત વધુ કરવી પડે પણ એડમિશનના ચાન્સ વધુ અને દરેક શાખામાં પ્રવેશની શક્યતા રહે છે.
સામાન્ય પ્રવાહ કે સાયન્સ
સવાલ મહેનત કરવાનો છે : ધોરણ ૧૦ પછી અભ્યાસ બદલાય છે. આટર્સ, કોમર્સ અને સાયન્સમાં નવા વિષયો આવે છે. તમે જે વિષય પસંદ કરો તે વિષયમાં મહેનત તો કરવાની જ છે. આપણે એવું માનીએ છીએ કે (૧) સાયન્સમાં બહુ જ મહેનત કરવી પડે, (૨) કોમર્સમાં થોડી મહેનતથી ચાલે અને (૩) આટર્સના વિષયો રાખીએ તો ખાસ કંઇ મહેનત કરવાની જરૂર નથી. આ માન્યતાઓ ખોટી છે.
વધુ મહેનતનો યુગ : કમ્પ્યુટર અને ઇન્ટરનેટનો આ યુગ છે. દરરોજ ૧૨ કલાક જેટલી મહેનત તો કરવી જ જોઇએ. તમે જુઓ મમ્મી રોજ કેટલા કલાક કામ કરે છે ? પપ્પા પણ કેટલું કામ કરે છે ? પપ્પા પણ કેટલું કામ કરે છે ! બિઝનેસ હોય કે નોકરી, જે વધારે કલાક કામ કરે છે તે આગળ આવે છે.
તમે પણ વધુ મહેનતની ટેવ પાડી શકો. ધોરણ ૧૧ ના પહેલા ચાર-પાંચ મહિના તમને આ માટે મળે છે. તમે રોજ વધુ ને વધુ કલાક ભણવાની ટેવ પડી ગયા પછી તમે સાયન્સના વિષયો રાખો કે કોમર્સના, ૮૦% થી વધારે માકર્સના સ્ટુડન્ટ તરીકે તમારી ગણના થવાની જ છે.
સાયન્સ રાખવું સારું?
સેલ્ફ ફાયનાન્સ ધોરણે મેડિકલ, ડેન્ટલ, એન્જિનિયરિંગ, ફાર્મસીની ડિગ્રી કૉલેજો વધતી જાય છે.
સાયન્સ કૉલેજોમાં બાયૉટેકનોલોજી, માઇક્રોબાયોલૉજી જેવા પ્રોફેશનલ અભ્યાસક્રમો સાથે બી.એસ.સી. કરવાની તકો વધતી જાય છે. ઇન્ટીગ્રેટેડ (સળંગ) કોર્સ MSc (BT) (TT) ફિઝિક્સ વગેરે શરૂ થયાં છે.
એરફોર્સ અને નેવીમાં ઓફિસર બનવાની તક મળે છે.
ધોરણ ૧૨ પછીના મોટા ભાગના અભ્યાસક્રમોમાં સાયન્સના સ્ટુડન્ટને એડમિશન મળી શકે છે.
કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવાં નજીકનાં રાજ્યોમાં ગુજરાતના સ્ટુડન્ટને વગર ડૉનેશને સારા કોર્સમાં એડમિશન મળવાની તકો વધતી જાય છે.
૧૨ સાયન્સમાં પાસ થવાનું તેમજ ૫૦% થી વધારે માકર્સ લાવવાનું અઘરું નથી.
ધોરણ ૧૨ સાયન્સ પછી આપ PMT, AIEEE સહિતની ઘણી બધી પ્રવેશ પરીક્ષાઓ આપીને મેડિકલ, એન્જિનિયરિંગ, ફાર્મસી, IT ઇત્યાદિ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકો છો. એટલે કે કોઇ કારણસર આપ ધોરણ ૧૨ સાયન્સમાં ઓછા માકર્સ લાવો તો પણ પ્રવશ પરીક્ષાઓ દ્વારા આપના મનગમતા / પસંદગીના કોર્સમાં પ્રવેશ મેળવવાનો વિકલ્પ પણ આપની પાસે છે જ.
ડિપ્લોમાં એડમિશન લેવુ ?
ધોરણ ૧૦ પછી (૧) કમ્પ્યુટર સાયન્સ (૨) ઇન્ફર્મેશન ટેકનોલોજી (૩) કમ્પ્યુટર ટેકનોલોજી (૪) ઇલેકટ્રોનિકસ એન્ડ ટેલિકોમ્યુનિકેશન (૪) ઇલેકટ્રોનિકસ એન્ડ કમ્યુનિકેશન જેવા ડિપ્લોમાં એન્જિનિયરિંગના કોર્સમાં એડમિશન મેળવવા મહારાષ્ટ્ર, કર્ણાટક જેવાં રાજયો (ઓછા ટકાથી) તમને આમંત્રણ આપે છે. આપણે ત્યાં આ પ્રકારના ડિપ્લોમાં એન્જિનિયરિંગના કોર્સ ૧૨ સાયન્સ પછી છે.
હવે જો કે ગુજરાતમાં આ પ્રકારના ફેરફાર આવેલ છે અને ઉપરોક્ત કોર્સ (બ્રાન્ચ) મળે છે પણ એડમિશનમાં ઊંચી ટકાવારી થાય છે. ડિપ્લોમાં પછી ડિગ્રી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ધોરણ ૧૦ પછી ડિપ્લોમાં એન્જિનિયરિંગના કોર્સ કરેલ હોય, તો તમને ડિગ્રી એન્જિનિયરિંગ માં એડમિશન મળી શકે છે. આપણે ત્યાં ગુજરાતમાં પણ ધોરણ ૧૦ પછી ડિપ્લોમાં એન્જિનિયરિંગ કરનારને મેરિટ પ્રમાણે જે તે એન્જિનિયરિંગના ડિગ્રી કોર્સમાં પ્રવેશ મળશે. આ માટે દસ ટકા બેઠકો પણ અનામત રાખવામાં આવશે. એટલે કે ડિપ્લોમાના આધાર પર ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા ધોરણ ૧૨ સાયન્સ કરવું જરૂરી નથી.
ધોરણ ૧૨ Commerce / Arts પછી શું થઇ શકે ?
અગાઉ કહ્યું તેમ ધોરણ ૧૦ પછી આપણે જે પણ વિષયો પસંદ કરીએ, આપણે જે - તે વિષયો / વિદ્યાશાખા પસંદ કર્યા પછી આગળ કયા કયા વિકલ્પો છે, તે ધ્યાનમાં રાખીને જ નિર્ણયો લેવાના છે. આપણે જાણીએ છીએ કે ધોરણ ૧૦ પછી મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો ધોરણ ૧૧ માં General Stream માં પ્રવેશ લે છે. ધોરણ ૧૧-૧૨ માં સામાન્ય પ્રવાહ અંતર્ગત Arts અને Commerce ના વિષયો હોય છે. આ Science, General Stream ઉપરાંત ધોરણ ૧૧-૧૨ માં વ્યવસાય લક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહના વિકલ્પો પણ છે.
આપ ધોરણ ૧૨ માં કોમર્સ કે આટર્સ ના વિષયો રાખો તો ત્યાર પછી આપ આ વિદ્યાશાખાઓમાં આગળ અભ્યાસ કરી શકો.
PTC
B.B.A.
ફેશન ડિઝાઇન
હોટેલ મૅનેજમેન્ટ
Fine Arts
L.L.B. (પાંચ વર્ષ)
B. A. ડાયરેકટ (પાંચ વર્ષ)
BA BEd (ચાર વર્ષ)
B. Com.
M.Sc. (I.T.) (પાંચ વર્ષ)
M. Com. (પાંચ વર્ષ) (ડાયરેકટ - Integrated Course)
યાદ રહે, આપ અંગ્રેજી વિષય સાથે કે અંગ્રેજી વિષય વગર ધોરણ ૧૧-૧૨ નો અભ્યાસ કરી શકો. પરંતુ આજના યુગમાં અંગ્રેજી ભાષાની અવગણના કરવા જેવું નથી. આથી અંગ્રેજી વિષય ખાસ રાખવો. આપ કોઇ પણ ક્ષેત્રમાં જાઓ - અંગ્રેજી ભષાનું જ્ઞાન આપને મદદરૂપ થશે જ.
કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથે ‘દોસ્તી’ કરશો તો ફાયદો આપને જ છે !! ‘‘ ૨૧ મી સદી - ઉજ્જવળ ભવિષ્ય’’ | |||||||||||||||||||||||||||
ખરેખર સાચી જ વાત છે ને ? આ ૨૧ મી સદી એટલે કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથે દોસ્તી કરવાનો સમય. ૨૧ મી સદી એટલા માટે મહત્વની છે કે એના પહેલાં પાંચ વર્ષ ઇન્ટરનેટનાં છે. આ પાંચ વર્ષ ઇન્ટરનેટનાં છે. આ પાંચ વર્ષ તમારાં પણ બની શકે, પણ જો તમે ઇન્ટરનેટને ફ્રેન્ડ બનાવો તો. | |||||||||||||||||||||||||||
માર્ચ ૨૦૦૫ માં લેવામાં આવેલ આ પરીક્ષા માર્ચ ૨૦૧૦ માં કેવી હશે ? આ વર્ષે પાંચમું ધોરણ પાસ કરી છઠ્ઠા ધોરણમાં દાખલ થયેલા લિટલ માસ્ટર્સ - નાનકડા સ્ટુડન્ટ ફ્રેન્ડસ ઇ.સ. ૨૦૧૦ માં ધોરણ ૧૦ ની પરીક્ષા કમ્પ્યુટર પર on line આપતા હશે એટલે તો જે સ્માર્ટ છે તે કમ્પ્યુટર સાથે પાકી ભાઇબંધી કરી લેવાના. તમે કમ્પ્યુટરને તમારા સૌથી પ્રિય મિત્ર જ બનાવી દેજો. | |||||||||||||||||||||||||||
બસ પછી જોજો એની દોસ્તીની કમાલ. | |||||||||||||||||||||||||||
ધોરણ ૧૦ ની માર્કશીટ તમારા હાથમાં છે. પહેલું પગલું ભરવા એક પગ જમીન પરથી અધ્ધર આકાશમાં આવ્યો છે. બીજો પગ હજુ તો જમીન પર જ છે. અવનવાં સપનાં જોવા આખું આકાશ છે અને પુરુષાર્થ માટે સમગ્ર પૃથ્વી છે. દસમાં ધોરણ પછી તમે કારકિર્દીના મેદાનમાં પગ મુકવાના છો. એક પછી એક ડગલાં મૂકો. ચાલો - દોડો. જમીન અને આકાશ સતત તમારી સાથે છે. બ’ને આંખોમાં સપનાં આંજી આગળ ચાલજો. કમ્પ્યુટર અને ઇન્ટરનેટ જેના ખાસ મિત્રો હોય એના તમામ વર્ગો સિદ્ધિ અને સફળતાના માર્ગો જ બનાવાના છે.
|
No comments:
Post a Comment