Padharo Mhare Desh..


શ્રી નુંધાતડ ભાનુશાલી યુવક પ્રગતિ મિત્ર મંડળ, મુંબઈ  તથા શ્રી નુંધાતડ ભાનુશાલી મહાજન - કરછ આપનું હાર્દિક સ્વાગત કરે  છે.

URGENT MESSAGE

Dear all,

Kindly note that Our www.nundhatad.org new design work is going on.

In the given site, there may be formating error.

All the pending details will be available in shortly.

You are requested to kindly bear with us.

Thanking you.


Search This Blog

PADHARO MHARE DESH

Nundhatad Education Gaurav 2010 - Saraswati Sanman Program

NUN GAURAV IMAGE DEMO

Friday, January 30, 2009

મા સરસ્વતીનો જન્મદિવસ વસંતપંચમી

શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે ‘ઋતુનામ્ કુસુમાકર:’ અર્થાત્ ઋતુઓમાં હું વસંત છું. વસંત ખુદ કૃષ્ણનું જ સ્વરૂપ છે.

ma sarsvatiપર્વોની ઉજવણી આપણી ભારતીય સંસ્કતિની આગવી પરંપરા છે. બે ઋતુઓના સંધિકાળ સમયે તહેવારોને સાંકળી લઇ પ્રકતિમાં થતાં પરિવર્તનને અનુરૂપ ખાનપાન અને રહેણીકરણીમાં આવતાં પરિવર્તનને અનુલક્ષીને આધુનિક સમયમાં મુખ્યત્વે ત્રણ ઋતુઓ-શિયાળો, ઉનાળો અને ચોમાસુને અનુક્રમે મફલર, આઇસક્રીમ અને છત્રીના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. વસંતઋતુ આ મફલર અને આઇસક્રીમ વચ્ચેનો ગાળો છે. કવિ ઉમાશંકર જોશી વસંતને વધાવતાં કહે છે કે :

આતમ, અંતરપટ ખોલોકે પંચમી આવી વસંતની.

ચેતના આ આવી ખખડાવે છે બારણાં હેતે વધાવી એને લો રે

ઓવારણાં ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો કે પંચમી આવી વસંતની

આત્માના અંતરપટ ખૂલે તો વસંતનો અહેસાસ થાય. અંતર પરનાં આવરણ હોય ત્યાં લગી વસંતનો અહેસાસ કદી થતો નથી. વર્ષા જે રીતે અંકુરિત થવાની ઋતુ છે, તો વસંત ખીલવાની ઋતુ છે.

શિયાળામાં મેળવેલા સૌષ્ઠવને જાળવા-માણવાની મોસમ છે. વસંતઋતુ સૃષ્ટિને નવપલ્લવિત કરે છે. પ્રકૃતિને આળસ ખંખેરીને જગાડે છે. એનું આગમન દુ:ખ-દારિદ્રય, આંસુ, ડૂસકાં, સંતાપ-શોક ક્ષણિક બધું ભૂલવી દે છે અને અજાણ હૂંફ બનીને મન અંતરમાં એ છવાઇ જાય છે.

કોયલના પંચમ બોલના તાલે ઋતુરાજનાં પગલાં નત્ય કરે છે. પંચમ સૂર અને પંચમી વસંતપંચમીનો ઉત્સવ એટલે જ ઊજવાય છે. જીવનની વસંતના પણ આવા ઉત્સવો ઊજવવા જોઇએ.

વસંત તો જીવનમાં કોઇ પણ ક્ષણે અથવા ક્ષણે ક્ષણે પણ આવી શકે છે. સવાલ એ છે કે વસંતને વધાવવા આપણે તૈયારી રાખવાની છે. વસંતઋતુ વર્ષમાં એક વાર તો આવતી જ હોય છે પણ એના આગમનવેળા અંતરમાંથી ઊઠતા આનંદના અનહદ સૂરને સાંભળી શકીએ તો એક વાર નહીં જીવનમાં પળેપળ વસંતને માણી શકાય.

શ્રીમદ્ ભગવદ્ ગીતાના દસમા અઘ્યાયમાં શ્રીકૃષ્ણ કહે છે કે ‘ઋતુનામ્ કુસુમાકર:’ અર્થાત્ ઋતુઓમાં હું વસંત છું. વસંત ખુદ કૃષ્ણનું જ સ્વરૂપ છે, જે રીતે કૃષ્ણ આનંદ, ઉલ્લાસ, ઉત્સવનું પ્રતીક છે. વ્રજમાં ઉત્સવની ઋતુ વસંત પૂરબહારમાં ખીલી ઊઠે છે. મંદમંદ વાયરાઓની સંગે ફૂલ નર્તન કરે છે.

ચંદ્રની શીતળ ચાંદની કૃષ્ણાસકત ગોપીઓની આતુરતા વધારી રહી છે. મદમસ્ત વાતાવરણમાં ગોપીઓ સંગે કૃષ્ણ રાસલીલા આરંભે છે. કૃષ્ણ તો એક જ છે પણ દરેક ગોપીને લાગે છે કે કૃષ્ણ માત્ર તેની સંગે જ નત્ય કરે છે. આ નત્ય વસંતનું પ્રતીક છે.

આપણું લોકજીવન આનંદ, ઉલ્લાસ, ઉત્સાહથી ભર્યું ભર્યુ છે. વસંત આવતાં લોકજીવન વધુ હિલોળે ચડે છે. આપણાં વાસંતી ગીતોનો નાયક છે કૃષ્ણ. કૃષ્ણજીવનના ઇન્દ્રધનુષી રંગોનું પ્રતિબિંબ એમાં ઝિલાય છે.

વસંત એટલે કૃષ્ણ અને કૃષ્ણ એટલે વસંત. શ્રીમદ્ વલ્લભાચાર્યજી સ્થાપિત પુષ્ટિમાર્ગમાં વસંતઋતુનું વિશેષ મહત્ત્વ છે. તેમાં ૪૦ દિવસનો વસંતનો ફાગ ખેલાય છે, જેનો પ્રારંભ વસંતપંચમીથી થાય છે. વસંતપંચમીએ ઠાકોરજીની હવેલી તથા મંદિરોમાં કળશપૂજન થાય છે. તમામ પ્રકારનાં ફળ-ફૂલ ઠાકોરજીને અર્પણ થાય છે.

વસંતઋતુ જીવનને રસ, સુગંધ, પ્રેમ, સૌંદર્ય, ગરિમાથી ભરી દે છે. જીવનની પીડા, નિરાશા, દુ:ખને દૂર કરી નવી આશા-નવો પ્રવાહ- નવી જયોતિ સર્જે છે. પરંતુ સિમેન્ટ-કોંક્રિટનાં જંગલોમાં અને ધુમાડિયાં વાહનોથી ધસમસતા રસ્તાઓમાં આ વસંત કયાંક ખોવાઇ ન જાય એ જોવાનું છે.

આમેય ઝડપ, ખેંચતાણ અને સંકડાશના વર્તમાન વ્યવસાયી યુગમાં આપણે કુદરત અને એના આવિર્ભાવ-અહેસાસ- અનુભૂતિથી વિમુખ થતાં જઇએ છીએ. ઇડિયટ બોકસના રંગીન પડદે જ હવે તો સઘળો વસંતીવૈભવ નિરખવાનું આપણા નસીબે આવી પડયું છે. આપણાં બાળકો માટે વૃક્ષોનું વિશ્વ અજાણ્યું બની ગયું છે.

વસંતનો વૈભવ આપણો વૈભવ બની રહે તો જ જીવતર જીવાયું કહેવાય. અન્યથા શ્વાસોરછ્વાસ જ ચાલતા રહે છે એમ મનાય. ઋતુઓ તો ખાસ્સા રોકાણના અભરખા સાથે આપણા ઘરે આવતી હોય છે. પણ આપણી મહેમાનગતિ જ એને ટૂંકી પડતી હોય છે.

તમે ઘરની અંદર વસંતને કદી આવતી જોઇ છે? વસંતનું આગમન થાય ત્યારે મકાનની અંદર કશું બદલાતું નિહાળ્યું છે? વસંત આવે એટલે સિમેન્ટની દીવાલોમાં વેલા ફૂટે છે? કાચની બારીઓમાં પંખી ટહુકે છે? આવું કશું જો થતું નથી તો પછી ઘરમાં વસંત કયાંથી આવે?

વસંત તો મુકિત અને મસ્તીની મોસમ છે. જે ઘરમાં આ બે બાબતોને સ્થાન નથી ત્યાં વસંતને પણ સ્થાન નથી. આપણા માટે તો વસંત એ માત્ર એક શબ્દ છે, જીવનશૈલી નથી. વસંત શબ્દ આપણે બોલીએ છીએ.

વસંત ઋતુ માટે ઘણું બધું કહીએ છીએ પણ વાસંતી પ્રસન્નતાથી ભર્યું ભર્યું જીવન જીવતા નથી. દસ વર્ષની ઉંમરે ટીવી જોઇ જોઇને ઘરડા દાદાની માફક આંખે ચશ્માં ગોઠવીને બેઠેલો કિશોર એના ગુજરાતી પાઠયપુસ્તકની વસંતની કવિતા વાંચતાં પૂછે છે કે ‘ડેડ! વસંત કેવી હોય?’ એના બાપે ય વસંત જોઇ નથી એટલે ચૂપ રહેવું જ પડે. તમે નક્કી કરી લેજો કે તમારેય ચૂપ રહેવું છે કે વાસંતીગાન ગાવું છે!

સરસ્વતી પૂજા

વસંતપંચમીનો દિવસ સર્જનહાર બ્રહ્માની પુત્રી મા ભગવતી સરસ્વતીના જન્મદિવસ તરીકે પણ ઊજવાય છે. સેંકડો-હજારો વર્ષ પૂર્વે અન્ય પ્રાણીઓની તુલનામાં વધુ બુદ્ધિશાળી અને ઈશ્વરના પાટવીકુંવર સમા મનુષ્યમાં સદબુદ્ધિ સ્વરૂપે ભગવતી સરસ્વતીનું અવતરણ આ શુભદિવસે થયું હતું.

વાનરના વંશજ તરીકે ઓળખાતો અને પથ્થરયુગમાં જંગલોમાં શિકારની શોધમાં ભટકતો મનુષ્ય જંગલી પશુઓથી ડરીને ગુફામાં સંતાઇ રહેતો હતો. પરંતુ બાદમાં બુદ્ધિના સદ્અવતરણ સાથે આરંભાયેલી એની વિકાસયાત્રાએ આજે એને ઉપગ્રહોની પેલેપાર પહોંચાડી દીધો છે. આ સઘળી કૃપા બુદ્ધિની દાતા મા સરસ્વતીની જ છે.

એટલે જ આજના દિવસે સરસ્વતી પૂજનનો મહિમા છે. પં.બંગાળમાં વસંતપંચમીએ સરસ્વતી પૂજનની દિવ્ય પરંપરા છે. વિદ્યાર્થીઓ પોતાનાં પાઠયપુસ્તકોની, કલમની, ખડિયાની સાક્ષાત્ સરસ્વતી દેવી રૂપે પૂજા કરે છે. જેથી માની કૃપા એમના પર ઊતરે.

પહેલાંના જમાનામાં વસંતપંચમીએ બાળકને શાળામાં બેસાડવામાં આવતો. વસંતઋતુમાં પીળા રંગના મહત્ત્વને ઘ્યાનમાં લઇ લોકો પીળાં વસ્ત્રો પરિધાન કરી વસંતોત્સવ ઊજવે છે અને સરસ્વતી દેવીનું પૂજન કરે છે.


powered by : DIVYABHASKAR

No comments:

Post a Comment