Tuesday, December 16, 2008

મગજમાં ચાલતી વાતોને કમ્પ્યૂટર સ્ક્રીન પર દર્શાવતી પદ્ધતિ શોધાઈ




જાપાની સંશોધનકર્તાઓએ એક એવી પદ્ધતિ વિકસાવી છે, જે કોઇ વ્યકિતના મગજમાં ચાલતી વાતો અને સપનાઓને કમ્પ્યૂટર સ્ક્રીન પર પ્રદર્શિત કરી શકે છે. એટીઆર કમ્પ્યૂટેશનલ ન્યૂરોસાયન્સ લેબોરેટરીના સંશોધનકર્તાઓએ આ પદ્ધતિની માહિતી આપી છે.

અમેરિકન મેગેઝિન ‘ન્યૂરોન’માં પ્રકાશિત માહિતી અનુસાર, આ પદ્ધતિમાં માનવ મગજનાં ચિત્રોને સીધા પ્રદર્શિત કરવામાં તેમણે સફળતા પ્રાપ્ત કરી લીધી છે. તેમનું માનવું છે કે, આ પદ્ધતિનો સપના અને લોકોના મગજમાં છુપાયેલી બાબતોને પ્રદર્શિત કરવામાં પણ પ્રયોગ કરી શકાય છે. દુનિયામાં આ પહેલી વખત શકય બન્યું છે કે જયારે મનુષ્યના મગજમાં ચાલી રહેલી વાતોને સીધે- સીધા જોઇ શકાય 


POWERED BY : DIVYA BHASKAR

No comments:

Post a Comment