Thursday, July 23, 2009

Saturday, July 18, 2009

મિત્રો આ "ભાનુશાલી"સમાજ છે!

"અહીં પ્રેમ કેરો સાદ છે,
ઓધવરામ બાપા નો પ્રસાદ છે!
ને પ્રકૃતિનો વરસાદ છે!
મિત્રો આ "ભાનુશાલી"સમાજ છે!

અહીં નર્મદાનાં નીર છે
માખણ અને પનીર છે
ને ઊજળું તકદીર છે !
મિત્રો આ "ભાનુશાલી"સમાજ છે!

અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે
મિત્રો આ "ભાનુશાલી"સમાજ છે!

અહીં ભોજનમાં ખીર છે
સંસ્કારમાં ખમીર છે
ને આપણી પ્રજા શૂરવીર છે !
મિત્રો આ "ભાનુશાલી"સમાજ છે!


અહીં વિકાસની વાત છે
સાધુઓની જમાત છે
ને સઘળી નાત નો સાથ છે
મિત્રો આ "ભાનુશાલી"સમાજ છે!

અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
ને શૌર્યનો સહવાસ છે !
મિત્રો આ "ભાનુશાલી"સમાજ છે!


"ગુરૂક્રુપા હી કેવલમ"

POWERED BY : DHRUV DAMA (ddamas.india@gmail.com)